Ahmedabad, Oct 14, Gujarat ના અમાવાદમાં 16 થી 20 ઑક્ટોબર ‘વાગ્માધુરી’ 2024નું આયોજન કરવામાં આવ્યું છે.
Kavi Manish pathak ‘swet’એ આજે જણાવ્યું કે બુધવારથી રવિવાર સળંગ પાંચ દિવસ,સાંજે 05-30 કલાકે, રા.વિ.પાઠક સભાગૃહ,ગુજરાતી સાહિત્ય પરિષદ,આશ્રમ રોડ, અમદાવાદ ખાતે સુકુમાર પરીખની પ્રેરણાથી સાતત્યપૂર્ણ સતત છઠ્ઠા વર્ષે ઓમ કૉમ્યુનિકેશન દ્વારા સંસ્કૃતપર્વ ‘વાગ્માધુરી’ 2024નું આયોજન કરવામાં આવ્યું છે.
આયોજન થયેલ સંસ્કૃતપર્વમાં દરરોજ સંસ્કૃતસર્જક અને સંસ્કૃતગ્રંથ વિશે સંસ્કૃતભાષાના પંડિતો અને અભ્યાસી વક્તાઓ વક્તવ્ય આપશે.આ પ્રસંગે સાહિત્યકારો અને સંસ્કૃતપ્રેમીઓ ઉપસ્થિત રહેશે.આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી નથી.
પ્રથમ દિવસે,16 ઑક્ટોબર,બુધવારના રોજ સંસ્કૃતસર્જક ‘ચાણક્ય’ વિશે શુચિતા મહેતા અને સંસ્કૃતગ્રંથ ચાણક્યના ‘અર્થશાસ્ત્ર’ વિશે ગૌતમ પટેલ વક્તવ્ય આપશે.
બીજા દિવસે,તા.17 ઑક્ટોબર, ગુરુવારના રોજ સંસ્કૃતસર્જક ‘વિદ્યાપતિ’ વિશે યોગિની વ્યાસ અને સંસ્કૃતગ્રંથ ‘પુરુષપરીક્ષા’ વિશે પ્રીતિ પુજારા વક્તવ્ય આપશે.
ત્રીજા દિવસે,તા.18 ઑક્ટોબર, શુક્રવારના રોજ સંસ્કૃતસર્જક ‘બોધાયન’ વિશે રાકેશ પટેલ અને સંસ્કૃતગ્રંથ ‘ભગવદજજુકીય’ વિશે વિજય પંડ્યા વક્તવ્ય આપશે.
ચોથા દિવસે,તા.19 ઑક્ટોબર, શનિવારના રોજ સંસ્કૃતસર્જક ‘પતંજલિ’ વિશે વસંત પરીખ અને સંસ્કૃતગ્રંથ ‘મહાભાષ્ય’ વિશે અમૃતલાલ ભોગાયતા વક્તવ્ય આપશે.
પાંચમા અંતિમ દિવસે,તા.20 ઑક્ટોબર, રવિવારના રોજ સંસ્કૃતસર્જક ‘મહેન્દ્રવર્મન્’ વિશે લલિત પટેલ અને સંસ્કૃતગ્રંથ ‘મત્તવિલાસ’ વિશે રવીન્દ્ર ખાંડવાલા વક્તવ્ય આપશે.