~ટોરેન્ટપાવર કપ અંડર 20 મેન્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ
Rajkot, Gujarat, Feb 16, ગુજરાત ના રાજકોટમાં આજ ના રોજ રમાયેલ મેચ માં વલસાડે મેહુલ મંગેલા ના 2 ગોલ ની મદદ થી નવસારી ની ટીમ ને 2-0 થી મહાત આપેલ, બીજો મેચ મહેસાણા અને નવસારી વચ્ચે 0-0 થી ડ્રૉ થયેલ.
ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન સેક્રેટરીએ જણાવ્યું કે ત્રીજો મેચ માં સુરતે એલેક્સન પબીન ના 2 ગોલ ની મદદ થી બરોડા ની ટીમ ને 2-0 થી હરાવેલ, ચોથા મેચ માં ખેડા ની ટીમે અયાન અને પઠાણ નોહાર ના 1-1 ગોલ ની મદદ થી ગાંધીનગર ને ને 2-0 થી હરાવેલ.
17.2.26 ના રોજ વલસાડ અને મહેસાણા વચ્ચે, નવસારી અને ડાંગ વચ્ચે, સુરત અને ભાવનગર વચ્ચે, ગાંધીનગર અને જુનાગઢ વચ્ચે મેચ રમાશે. આ ટુર્નામેન્ટ માથી ગુજરાત ની અંડર 20 નેશનલ ટીમ ના કેમ્પ માટે ના પ્લેયર્સ નું સિલેકસન કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત ટોરેન્ટપાવર કપ અંડર 20 મેન્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ 2025-26 નો રાજકોટ માં સાનદાર પ્રારંભ થયેલ છે.
ગુજરાત ના 19 જીલ્લા ની ટીમો અંડર 20 ટોરેન્ટ પાવર કપ મેન્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ માં ભાગ લઈ રહેલ છે. બધી ટીમો ને 6 ગ્રુપ માં વહેચવામાં આવેલ છે. પુલ ‘X’ માં A, B, C ગ્રુપ અને પુલ ‘Y’ માં D, E, F ગ્રુપ ની ટીમો છે. ગ્રુપ સ્ટેજ ના મેચ આજ રોજ થી ચાલુ થયેલ છે. દરેક ગ્રુપ માં પ્રથમ આવેલ ટીમો અને સેકંડ બેસ્ટ ટીમ વચ્ચે ક્વાર્ટર ફાઇનલ, સેમીફાઈનલ અને ફાઇનલ મેચ રમાસે.
