Spread the love

Ahmedabad, Oct 28, “વાર્તા રે વાર્તા”માં ડૉ. અરવિંદ ભાંડારી દ્વારા બાળકોને ગાણિતિક કોયડાની કવિતાઓ, પશુ-પંખીઓની રસમય વાર્તાઓ કહેવામાં આવી.
કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ આજે જણાવ્યું કે દિવાળી અને નૂતન વર્ષ નિમિત્તે માતૃભાષા અભિયાન દ્વારા વાર્તા રે વાર્તાનો કાર્યક્રમ ટી -પોસ્ટ,વસ્ત્રાપુર, અમદાવાદ, Gujarat ખાતે કરવામાં આવ્યો,  જેમા બાળકો, નાના-મોટા સૌને ગમે તેવી વાર્તાઓ ભાષા વૈજ્ઞાનિક ડૉ.અરવિંદ ભાંડારી દ્વારા કહેવામાં આવી, જેમાં 7 વર્ષથી ઉપરના બાળકો પોતાના વાલી સાથે આ કાર્યક્રમમાં આવે તે રીતે રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું ખૂબ મોટી સંખ્યામાં બાળકો અને વાલીઓ હાજર રહ્યાં.
ત્યારબાર ડૉ. અરવિંદ ભાંડારી દ્વારા બાળકોને ગાણિતિક કોયડાની કવિતાઓ, પશુ-પંખીઓની રસમય વાર્તાઓ કહેવામાં આવી. બાળકોને આ વાર્તાઓ સાંભળવામાં એટલી મજા આવી કે તેઓ હજુ વાર્તા કહો તેમ કહેતા હતા. ખરેખર બાળકોની સાથે સાથે મોટાઓને પણ વાર્તાઓ સાંભળવી બહુ જ ગમે તે વાત સાચી લાગી.