Gandhinagar, Nov 12, Gujarat માં ૦૭-વાવ વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણી માટે ૧૩ નવેમ્બર, ૨૦૨૪ના રોજ મતદાન યોજાશે.
સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારી એ.બી. પટેલએ આજે જણાવ્યું કે વાવ વિધાનસભા મતદાર વિભાગ માટે ભરાયેલા કુલ ૨૧ ઉમેદવારો પૈકી ચકાસણી અને ફોર્મ પાછા ખેંચાવાની પ્રક્રિયા બાદ કુલ દસ (૧૦) ઉમેદવારો વચ્ચે યોજાનાર ચૂંટણીમાં ૩.૧૦ લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
ગુજરાતની ૦૭-વાવ વિધાનસભા મતવિસ્તારના વિવિધ ૧૯૨ મતદાન મથક કેન્દ્રો પર આવેલા કુલ ૩૨૧ પોલીંગ સ્ટેશન પર સવારે ૦૭.૦૦ થી સાંજના ૦૬.૦૦ કલાક સુધી મતદાન યોજાશે. જેના માટે ૩૨૧ બેલેટ યુનિટ, ૩૨૧ કંટ્રોલ યુનિટ અને ૩૨૧ વીવીપેટનો ઉપયોગ કરવામાં આવશે. મતદાન મથકો ખાતે કુલ ૧,૪૧૨ જેટલા અધિકારીશ્રી/કર્મચારીઓ ફરજ બજાવશે. વાવ વિધાનસભાની ચૂંટણીમાં ૧,૬૧,૨૯૬ પુરૂષ, ૧,૪૯,૪૭૮ સ્ત્રી અને ૦૧ થર્ડ જેન્ડર મળી કુલ ૩,૧૦,૭૭૫ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. ૨૩ નવેમ્બર, ૨૦૨૪ના રોજ મતગણતરી બાદ પરિણામની જાહેરાત કરવામાં આવશે.