Ahmedabad, Gujarat, Apr 16, પબ્લિક રિલેશન્સ સોસાયટી ઓફ ઇન્ડિયા ( પીઆરએસઆઇ) અમદાવાદ ચેપ્ટરની વર્ષ 2024-25 માટેની એજીએમ યોજાઈ: નવા ચેરમેન તરીકે વિકી શાહ તથા વાઈસ ચેરમેન તરીકે સંતોષ ઝોકરકરની નિમણૂંક કરવામાં આવી.
શ્રી શાહએ આજે જણાવ્યું કે પબ્લિક રિલેશન્સ સોસાયટી ઓફ ઇન્ડિયા (પીઆરએસઆઇ) ની નાણાકીય વર્ષ 2024-25 માટેની વાર્ષિક સામાન્ય સભા (એજીએમ) હાલમાં જ અમદાવાદ મેનેજમેન્ટ એસોશિયેશન (એએમએ) ખાતે યોજાઈ હતી. આ મિટિંગમાં એસોશિયેશન ના 50% થી વધારે સભ્યોએ હાજરી આપી હતી.
આ બેઠકમાં નવા નેતૃત્વ માળખા અંગે સર્વસંમતિથી વાચા કન્સલ્ટન્સીના સ્થાપક વિકી શાહની નિમણૂંક હવે પીઆરએસઆઈ અમદાવાદ ચેપ્ટરના નવા ચેરમેન તરીકે કરવામાં આવી છે. શાહ હવે, કિનેસિસ કમ્યુનિકેશન્સના સ્થાપક નિખિલ અબોટીનું સ્થાન લેશે, જેમને 2023-2025 સુધી ચેરમેન તરીકે સેવા આપી હતી. સંતોષ ઝોકરકર- અનંત નેશનલ યુનિવર્સિટીના પીઆર (મીડિયા અને કમ્યુનિકેશન) ચેપ્ટરના નવા વાઈસ ચેરમેન તરીકે સેવા આપશે.
તેમની સંબંધિત ભૂમિકાઓમાં ચાલુ રહેલા અન્ય પદાધિકારીઓમાં સેક્રેટરી તરીકે ત્રિલોક સંઘાણી, ખજાનચી તરીકે હેમંત સડકર અને જોઈન્ટ સેક્રેટરી તરીકે બિજલ ઠક્કરનો સમાવેશ થાય છે.
નવા નિમણૂંક થયેલા ચેરમેન વિકી શાહ સભ્યોને સંબોધતા તેમને એક સમાવિષ્ટ, સાંકળતી તથા ભવિષ્યલક્ષી ચેપ્ટરના વિઝનની રૂપરેખ આપી હતી. વિકી શાહે, નેટવર્કિંગની તકોને મજબૂત બનાવવાની, યુવા વ્યવસાયિકોને પીઆરએસઆઇમાં જોડાવવા માટે પ્રોત્સાહિત કરવા તથા સહયોગી કાર્યક્રમ દ્વારા ચેપ્ટરને વધુ લોકોની સામે મૂકવા પર ભાર મૂક્યો છે.
વિદાય લઈ રહેલા ચેરમેન નિખિલ અબોટીએ નવા નેતૃત્વમાં વિશ્વાસ મૂકતા અને ચેપ્ટરની દરેક પહેલને સમર્થન આપવાની ખાતરી આપી હતી. તેમના સમયગાળા દરમિયાન સભ્યોના સતત સમર્થન બદલ આભાર માન્યો હતો અને છેલ્લા બે વર્ષ દરમિયાન પ્રાપ્ત કરેલા મુખ્ય સિમાચિન્હો પર પ્રકાશ પાડ્યો હતો.
ચેપ્ટરનો ઉદ્દેશ્ય તેના સભ્યપદની સંખ્યા વિસ્તૃત કરવાનો છે, તેમા પણ ખાસ મહિલા પ્રોફેશનલ્સ તથા શિક્ષણવિદ્દ તરફથી વધુ સહયોગ પ્રાપ્ત કરવાનો છે.
સક્રિય સભ્યોને ઓળખી અને તેમને પ્રોત્સાહિત કરવા એ પ્રાથમિક્તા બની રહેશે, જેમાં ચેપ્ટરની ઇવેન્ટમાં સહયોગ, સભ્ય રેફરલ્સ તથા સ્પોન્સરશીપ સહયોગમાં સૌથી વધુ યોગદાન આપનારા વ્યક્તિઓનું આંતરિક સન્માન કરવામાં આવશે.
આ એજીએમમાં ચેપ્ટરની નાણાકીય સ્થિતિ તથા 2024-25 દરમિયાન હાથ ધરાયેલી પ્રવૃતિઓની સમિક્ષાનો પણ કરવામાં આવી હતી. બિજલ ઠક્કર, જોઈન્ટ સેક્રેટરીએ નાણાકીય રિપોર્ટ રજૂ કર્યો હતો અને સભ્યોને ઓડિટ તથા નાણાકીય રિપોર્ટિંગને સુવ્યવસ્થિત કરવા માટે યોગ્ય પગલા લેવા વિશે માહિતગાર કર્યા હતા. વધુ પારદર્શિતા રાખવા એક સ્વતંત્ર ઓડિટરની નિમણૂંક કરવાના નિર્ણયને ચેપ્ટર આગળ પણ ચાલુ રાખશે.