Vadodara, Gujarat, July 09, ગુજરાત માં વડોદરા જિલ્લા ના પાદરા પાસે મુજપુર-ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં યુધ્ધના ધોરણે રાહત બચાવની કામગીરી, ઘટનામાં ૧૦ વ્યક્તિના મૃત્યુ અને ૯ વ્યક્તિ ઘાયલ થઈ છે.
આધિકારિક સૂત્રો ના જણાવ્યા પ્રમાણે આજરોજ અંદાજિત સવારના ૭ થી ૭-૩૦ના આસપાસ આ દુર્ઘટના બનવા પામી હતી. આ દુર્ઘટનામાં સ્થાનિકોના કહેવા મુજબ ત્રણ ટ્રક, બે ઇકો , એક રીક્ષા, એક પીકઅપ અને બે બાઇક પુલ તુટી જવાથી નદીમાં ગરકાવ થયા છે. આ ઘટનામાં ૯ લોકો ઘાયલ તથા જેઓને પાદરા સી.એચ.સી. તથા વડોદરા એસ.એસ.જી.હોસ્પિટલ ખાતે દાખલ કરાયા છે. એમાં થી ચાર ઘા યલો ને સારવાર આપી રજા આપેલ છે. કમનસીબે ૧૦ વ્યક્તિના મૃત્યુ થયા છે. જે વાતની પુષ્ટિ કલેકટર અનિલ ધામેલિયા એ કરી છે.
આ ઘટના બાદ રાહત બચાવ માટે ૨૦થી વધુ ફાયરના જવાનો, એક એન.ડી.આર.એફની ટીમ, એક એસ.ડી.આર.એફ.ની ટીમ, ફાયરની બે બોટ, ત્રણ ફાયરટેન્ડર, દસથી વધુ એમ્બ્યુલન્સ તેમજ પાંચથી વધુ મેડીકલ ટીમ સ્થળ પર કામગીરી બજાવી રહ્યા છે. આ ઉપરાંત સ્થાનિક લોકો પણ જોડાયા છે.
જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસ અધિક્ષક, ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, પ્રાંત અધિકારીશ્રી ઘટનાસ્થળે પહોંચી રાહત બચાવની કામગીરી અંગે જરૂરી સુચનો અને માર્ગદર્શન આપી રહ્યા છે.
