Spread the love

Shivam video editing Agra
અમદાવાદ, 04 ઓગસ્ટ, વી હેલ્પ ફાઉન્ડેશન દ્વારા ફ્રેન્ડશીપ ડે નિમિત્તે કેન્સર જેવી જીવલેણ બીમારીનો સામનો કરી રહેલા 50 બાળકોને આજે ફ્રેન્ડશીપ બેલ્ટ અને ગિફ્ટ આપવામાં આવી. વી હેલ્પ NGOના કો-ફાઉન્ડર વિઝન રાવલે જણાવ્યું હતું કે ફ્રેન્ડશીપ ડે નિમિત્તે એક નવતર પ્રયોગ કરાયો હતો, આ દિવસે તેઓએ Gujarat Cancer Research Institute, Civil , Asarva ખાતે 50 એવા બહાદુર બાળકોને ફ્રેન્ડશીપ બેલ્ટ અને ગિફ્ટ આપી જેઓ કેન્સર જેવી જીવલેણ બીમારીનો સામનો કરી રહ્યા છે અને પીડાદાયક કીમો, દવાના બાટલાઓ અને સતત ઇન્જેક્શન વચ્ચે જીવી રહ્યા છે.


આ નિમિત્તે તેઓને ડ્રોઈંગ બુક, ગેમ અને માસ્ક જેવી મનોરંજક સામગ્રી તથા થર્મોમીટર, સાબુ , જેવી રોગ પ્રતિકારક સામગ્રી આપી અને એક અનોખું ઉદાહરણ પૂરું પડ્યું હતું . બાળકો આ કીટ થકી પોતાનું ધ્યાન પીડામાંથી દૂર કરી અને ક્રિએટિવ પ્રવૃત્તિમાં પરોવતાં જોવા મળ્યા હતા.

શ્રી વિઝન રાવલે જણાવ્યું હતું કે તેઓની ટિમ આ પ્રવૃત્તિ પાછલા 20 વર્ષોથી સતત કરી રહી છે, આ ઉપરાંત બાળકો માટે નિઃશુલ્ક નોટબુકનું વિતરણ, નિઃશુલ્ક કરિયાના વિતરણ, રિફર્બિશ કપડાં વિતરણ અને ઉર્જા વુમન એવોર્ડ દ્વારા નારી સંન્માનનું કાર્ય પણ આ સંસ્થા નિયમિત રૂપે કરી રહી છે. આ ઇવેન્ટ માં વિહેલ્પ સાથે જોડાવા અને ઉપસ્થિત રહેવા બદલ ગુજરાતી સિંગર અરવિંદ વેગડાનો અને આવનારી મુવી પેન્સિલની સ્ટારકાસ્ટનો પણ આભાર માન્યો હતો, આ આયોજનમાં ગણેશ મિત્ર મંડળના પલ્લવ મોદી, જીતેન્દ્ર શાહ અને સંજય શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ફાઉન્ડર સચિન શાહ , વી કેર ગ્રુપના ધવલ શાહ, વી હેલ્પ ના ઇવેન્ટ ઇન્ચાર્જ જૈમિન પટેલ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવાયો હતો