Spread the love

Bhavnagar, Sep 03, Western Railway માં Gujarat ના ભાવનગર રેલ્વે ડિવિઝનના લોકો પાયલોટે ઈમરજન્સી બ્રેક લગાવીને 3 સિંહોને ટ્રેનની અડફેટે લેતા બચાવ્યા.

ભાવનગર ડિવિઝનના ડિવિઝનલ રેલ્વે મેનેજર રવીશ કુમારે આજે જણાવ્યું કે 02 સપ્ટેમ્બર સોમવાર રાત્રે લગભગ 0900 કલાકે, લોકો પાયલટ પુષ્પેન્દ્ર કુમાર સેન (મુખ્ય મથક – જેતલસર) અને સહાયક લોકો પાયલટ ઉમેશ બાબુ (મુખ્ય મથક – જેતલસર) દ્વારા કિમી. નંબર 58/8 – 58/7 ગાધકડા-સાવરકુંડલા સેક્શન વચ્ચે જ્યારે 03 સિંહો રેલ્વે ટ્રેક ક્રોસ કરતા જોવા મળ્યા, ત્યારે ગુડ્સ ટ્રેન નંબર PPSP/MHPLDS ને ઇમરજન્સી બ્રેક લગાવીને લગભગ 100 મીટરના અંતરે રોકવામાં આવી હતી. લોકો પાયલોટ દ્વારા ટ્રેન મેનેજર (ગાર્ડ) અને સાવરકુંડલાના સ્ટેશન માસ્તરને વોકી-ટોકી દ્વારા જાણ કરવામાં આવી હતી. થોડા સમય બાદ જ્યારે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના કર્મચારી આવ્યા અને ટ્રેક ક્લીયર થવાનો સિગ્નલ મેળવ્યો ત્યારે લોકો પાયલટ દ્વારા માલગાડીને ગંતવ્ય સ્થાન તરફ લઈ જવામાં આવી હતી.
ભાવનગર રેલ્વે મંડળના લોકો પાયલોટની સતર્કતા અને વન વિભાગના ફોરેસ્ટ ટ્રેકર્સની મદદથી ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં કુલ 65 સિંહોના જીવ બચાવાયા છે.
માહિતી પ્રાપ્ત થતાં, ડિવિઝનલ રેલ્વે મેનેજર અને એડિશનલ ડિવિઝનલ રેલ્વે મેનેજર હિમાઁશુ શર્મા દ્વારા લોકો પાઇલોટ્સના પ્રશંસનીય કાર્યની પ્રશંસા કરવામાં આવી હતી.
ભાવનગર રેલ્વે મંડળ સિંહો/વન્યજીવોના સંરક્ષણ માટે સતત પ્રયાસો કરી રહ્યું છે. મંડળના નિર્દેશો મુજબ, ટ્રેનોનું સંચાલન કરતા લોકો પાઇલોટ નિર્ધારિત ગતિનું પાલન અને વિશેષ સાવધાની સાથે કામ કરી રહ્યા છે.