Ahmedabad, Gujarat, Apr 23, ગુજરાત ના અમદાવાદમાં આજે ઓમ કૉમ્યુનિકેશન દ્વારા World Book Day (UNESCO પ્રેરિત)ની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું.
સંચાલન કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું કે ૨૩ એપ્રિલ, બુધવારે, સાંજે ૦૫૩૦ કલાકે, મીલ ઑનર્સ બિલ્ડિંગ ઑડિટોરિયમ (આત્મા હૉલ), સિટી ગોલ્ડ સિનેમાની સામે, આશ્રમ રોડ,અમદાવાદ ખાતે ઓમ કૉમ્યુનિકેશન દ્વારા World Book Day (UNESCO પ્રેરિત)ની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું. ‘વર્લ્ડ બુક ડે’ અંતર્ગત સાહિત્યસર્જક KRISHNA DUTTA AND ANDREW ROBINSONના પુસ્તક RABINDRANATH TAGORE (THE MYRIAD-MINDED MAN) વિશે સાહિત્યકાર કિરીટ દૂધાતે અને સાહિત્યસર્જક DIANA L. ECKના પુસ્તક INDIA ( A SACRED GEOGRAPHY ) વિશે સાહિત્યકાર નરેશ વેદએ પુસ્તકનો પરિચય કરાવી આસ્વાદલક્ષી વક્તવ્ય આપ્યું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ કર્યું. આ પ્રસંગે સાહિત્યકારો અને પુસ્તકપ્રેમીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ રાખવામાં આવી ન્હોતી.
રબિન્દ્રનાથ ટાગોર : મીરિયાર્ડ માઇન્ડેડ મેન. લેખકો : કૃષ્ણા દત્ત અને એન્ડ્રયુ રોબિન્સ વિશે કિરીટ દૂધાતે પુસ્તક પરિચય કરાવતા ટાગોરના જન્મથી તે મૃત્યુ સુધીના 80 વર્ષના ગાળાને આવરી લેતા ટાગોરના બાળપણ, કિશોર અવસ્થા, યુવાની અને વૃદ્ધાવસ્થાના સમયગાળાને સાંકળીને એક કલાક થી પણ વધુ સમય માટે ભાવકો સમક્ષ વાત કરી હતી. એમાં રવીન્દ્રનાથ ટાગોરના એમના ભાભી કાદંબરી દેવી આર્જેન્ટિનાનાં વિક્ટોરિયા ઓકામ્પો,ગાંધીજી અને અન્ય રાજકીય નેતાઓ સાથેના એના સંબંધો, ગમા અણગમા અંગેવાત કરી હતી અને શ્રોતાઓને જકડી રાખે તેવા આ પ્રવચન દરમિયાન વિશ્વ પુસ્તકદિન નિમિત્તે રવીન્દ્રનાથ ટાગોરના ઉત્તમ જીવન ચરિત્ર પૈકીના એક એવા આ જીવનચરિત્ર વિશે માંડીને વાત કરી હતી તેમાં 18મી અને 19મી સદીમાં ભારત અને વિશ્વના રાજકીય અને શૈક્ષણિક વાતાવરણને આવરી લીધું હતું. કદાચ રવીન્દ્રનાથ ટાગોરના આ જીવનચરિત્ર વિશે ગુજરાતીમાં આટલે ઊંડાણથી ભાગ્યે જ આ અગાઉ વાત થઇ હશે.
નરેશ વેદ : દુનિયામાં એક જ ભૂમિ એવી છે જ્યાં તમામ ધર્મો, સંપ્રદાયો છે અને સમાન રીતે ચાલે છે. જાણે ઈશ્વરની પ્રયોગશાળા હોય.તે, ભારત છે.શિવ, કૃષ્ણ ઘણાં દેવ છે.દેવીઓ છે. દરેકની રીતભાત અલગ છે.અલગ અલગ ધર્મ છે.જાતિ છે.કોમન કશું નથી ભારતમાં. કોણ એકસૂત્રતામાં બાંધી રાખે છે ? એ વિચારને લઈને લેખિકા ‘India’ ભારત પુસ્તકનો પરિચય કરાવે છે.અને એકતાનું સૂત્ર આપે છે.
