અમદાવાદ, 08 ઓગસ્ટ, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)ની ઝોન-2 ની કબડ્ડી સ્પર્ધાનું આયોજન જીપેરી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
જીટીયુ તરફ થી જણાવવામાં આવ્યું કે યુનિવર્સિટીની જુદી જુદી 15 કોલેજોના કુલ 172 ખેલાડી ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો.આ સ્પર્ધામાં ભાઈઓના વિભાગની સ્પર્ધામાં જી.ઇ.સી., મોડાસાની ટીમ વિજેતા થઈ હતી અને ઉપ વિજેતા તરીકે જી.ઈ.સી.,ગાંધીનગરની ટીમ વિજેતા બની હતી.જ્યારે બહેનોના વિભાગમાં એસ.એસ.આર.જી., વડસ્માની ટીમ વિજેતા નીવડી હતી અને ઉપવિજેતા પદ વિ.જી.ઇ.સી.,ચાંદખેડા ની ટીમે પ્રાપ્ત કર્યું હતું.
આ ઉપરાંત આંતર ઝોનમાં રમવા માટે જીપેરીની એક વિદ્યાર્થિની કુ. કિરણ પટેલની પસંદગી થયેલ છે.આ સ્પર્ધામાં સંસ્થાના આચાર્ય ડૉ.ચિરાગ વિભાકર દ્વારા વિદ્યાર્થીઓને ટ્રોફી અને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા.આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના સ્પોર્ટ્સ ડાયરેક્ટર ડો.આકાશ ગોહિલ દ્વારા તથા સંસ્થાના આચાર્ય ડૉ. ચિરાગ વિભાકર ના માર્ગદર્શન હેઠળ જીપેરીના સ્પોર્ટ્સ ઇન્સ્ટ્રક્ટર દ્વારા કરવામાં આવ્યું.