~Zydus Family Clinic expands its primary healthcare network with a new clinic in Prahladnagar, Ahmedabad, offering consultations, diagnostics, vaccination and other healthcare services.
Ahmedabad, Gujarat, Sep 16 (VNI): અમદાવાદના શેલા અને ચાંદખેડા બાદ વિકસિત રેસિડેન્શિયલ અને કમર્શિયલ વિસ્તાર પ્રહલાદનગરમાં ઝાયડસ હૉસ્પિટલ્સ દ્વારા “ઝાયડસ ફેમિલી ક્લિનિક”નો પ્રારંભ કરવામાં આવ્યો છે. વિસ્તારના રહેવાસીઓ સહિત આસપાસના વિશાળ જનસમુદાયને સુલભ, વિશ્વસનીય અને ગુણવત્તાયુક્ત પ્રાથમિક આરોગ્યસંભાળ ઉપલબ્ધ કરાવવાના હેતુથી આ ક્લિનિક શરૂ કરવામાં આવ્યું છે.
વિવિધ વિસ્તારોમાં ક્લિનિક્સ સ્થાપવાના નિશ્ચય સાથે ઝાયડસ દ્વારા દર્દીઓને દરેક સ્તરે યોગ્ય માર્ગદર્શન અને પારદર્શિતા મળી રહે તે રીતે આ આરોગ્યસેવાના વિસ્તરણને આગળ ધપાવવામાં આવી રહ્યું છે. અમદાવાદના શેલા અને ચાંદખેડા બાદ હવે પ્રહલાદનગરમાં ઝાયડસ ફેમિલી ક્લિનિકની શરૂઆત કરવામાં આવી છે. આ પહેલ હેઠળ આગામી સમયમાં રાજ્યભરમાં બહુવિધ ફેમિલી ક્લિનિક્સ શરૂ કરવાનો ઝાયડસ ગ્રૂપનો ધ્યેય છે.
ક્લિનિકમાં અનુભવી નિષ્ણાત ફિઝિશિયન અને ડાયાબિટોલોજિસ્ટ ડૉ. મિહિર રેશમવાલા, પીડિયાટ્રિશિયન ડૉ. સાગર પટેલ સહિત અન્ય સ્પેશ્યલાઇઝ્ડ ડૉક્ટર્સની OPD કન્સલ્ટન્સી ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત વેક્સિનેશન, એક્સ-રે, ડે કેર, ECG, એડવાન્સ્ડ ડાયગ્નોસ્ટિક લેબ, મોર્ડન સ્પેશ્યિલ ફાર્મસી તથા PFT (ફેફસાંનો ટેસ્ટ) જેવી વિવિધ આધુનિક આરોગ્યસુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ઘરઆંગણે સેમ્પલ કલેક્શન અને દવાઓની ડિલિવરીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
વધુમાં વધુ દર્દીઓને પ્રાથમિક આરોગ્યસંભાળનો લાભ મળી રહે તે માટે સેવાઓ અને OPD કન્સલ્ટેશન ચાર્જ અફોર્ડેબલ દરે ઉપલબ્ધ રહે તે માટે ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. ઝાયડસ ફેમિલી ક્લિનિકનો ઉદ્દેશ માત્ર બીમારીની સારવાર સુધી સીમિત ન રહીને પ્રિવેન્ટિવ હેલ્થકેર અને કોમ્યુનિટી હેલ્થકેરને પણ પ્રોત્સાહન આપવાનો છે. સમયસર તપાસ, યોગ્ય તબીબી માર્ગદર્શન અને પ્રાથમિક સ્તરે જરૂરી સારવાર ઉપલબ્ધ કરાવી લોકોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધારવાની દિશામાં આ પહેલ મહત્વપૂર્ણ બની રહેશે.
ઝાયડસ હૉસ્પિટલ્સ લાંબા સમયથી ગુજરાતમાં આરોગ્યસંભાળ ક્ષેત્રે કાર્યરત છે. ગ્રૂપ દ્વારા ગુજરાતભરમાં મલ્ટી-સ્પેશિયાલિટી અને કેન્સર હૉસ્પિટલ્સ મારફતે વિવિધ મેડિકલ સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. ઝાયડસ ફેમિલી ક્લિનિક્સના વિસ્તરણ દ્વારા આ જ આરોગ્યસેવાને હૉસ્પિટલની બહાર લોકોના રોજિંદા જીવનની વધુ નજીક લઈ જવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. VNI NEWS, Zydus Family Clinic, Zydus Hospitals, Prahladnagar, Ahmedabad Healthcare, Primary Healthcare, Family Clinic, Zydus Hospitals Ahmedabad, Preventive Healthcare, Zydus Family Clinic Prahladnagar, Zydus Family Clinic Ahmedabad, Zydus Hospitals Ahmedabad, primary healthcare Ahmedabad, family clinic in Prahladnagar VNINews, VNINews.com
