અમદાવાદ, 05 જુલાઈ, ગુજરાત એ.ટી.એસએ અફઘાન નાગરિકને 460 ગ્રામ હેરોઈનના જથ્થા સાથે દિલ્હીથી પકડી પાડ્યો છે.
એ.ટી.એસ સૂત્રો એ આજે જણાવ્યું કે પાકિસ્તાની ડ્રગ માફીયા સાથે મળી ગે.કા. હેરોઇનના જથ્થાને ઓમાનના દરીયામાાંથી ગુજરાતના વેરાવળના દરીયા કિનારે ઉતારી દલ્હીમાાં ડીલીવરી કરવાના ગુન્હાહિત કાવતરામાં ગુજરાત એ.ટી.એસ.વધુ 460 ગ્રામ હેરોઈનના જથ્થા સાથે એક અફઘાન નાગરિકને દિલ્હીથી પકડી પાડ્યો છે.
એ.ટી.એસ. ગુજરાત ખાતે તા. ૦૫/૦૩/૨૦૨૪ના રોજ એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુ.ર.નં: III- 01/2024 નોંધાયેલ. જેમાં આરોપી ઈશા હુસૈન રાવે તથા પાકિસ્તાની મુર્તુઝા તથા ઈશા રાવની પત્ની તાહિરા, દીકરા અરબાઝ, દિકરી માસુમા તથા તેના મંગેતર રીઝવાન નોડે સપ્ટેમ્બર ૨૦૨૩માં ગે.કા. માદક પદાર્થ હેરોઈનનો જથ્થો બોટ મારફતે ઓમાનના દરીયામાાંથી ગુજરાતના વેરાવળના દરીયા કિનારે લાવી તે હેરોઇનના જથ્થાની ડીલીવરી દિલ્હીમા તિલક નગર વિસ્તારમાં એક નાઇજીરીયન અથવા સાઉથ આફ્રિકન નાગરિકને કરવાનું ગુનાહીત કાવતરું રચેલ હતું.
જે આધારે કુલ ૯ આરોપીઓ વિરૂધ્ધ એ.ટી.એસ. ગુજરાત ખાતે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરી નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા માટે કાર્યવાહી ચાલુમાં હતી.
ઉપરોક્ત માહિતી આધારે એ.ટી.એસ. ગુજરાત દ્વારા મની ટ્રેઈલ અને ટેકનીકલ એનાલીસીસ આધારે આ ગુન્હામાં સંડોવાયેલ ઈસમોની ઓળખ કરવામાં આવેલ અને ડેટા એનાલીસીસને આધારે સાક્ષીઓની તપાસ કરવામાં આવેલ. જે દરમ્યાન જાણવામાં આવેલ કે, આ ડ્રગ કાર્ટેલમાં નાઈજીરીયન તથા અફ્ઘાની નાગરિક પણ સામેલ છે. આ માહિતી ડી.સી.પી. ક્રાઇમ બ્રાંચ સુરત શહેર શ્રી બી.પી. રોજીયાનાઓ સાથે શેર કરવામાં આવેલ. જે અનુસંધાને ગુજરાત એ.ટી.એસ.ના વરીષ્ઠ અધિકારીશ્રીનાઓને ડી.સી.પી. ક્રાઇમ બ્રાંચ સુરત શહેર શ્રી બી.પી. રોજીયાનાઓએ બાતમી હકિકત આપેલ કે, ઉપરોક્ત ગુન્હામાં એક અફઘાની નાગરિક મહંમદ યાસીન સ.ઓ.દુનીયાગુલ મીયાં સાહિબ, રહે. હાલ ગ્રેટર નોઇડા પણ સંડોવાયેલ છે, જેણે દિલ્હી ખાતે પોતાના કબ્જામાં કેટલોક ગે.કા. હેરોઈનનો જથ્થો છૂપાવી રાખેલ છે. ઉપરોક્ત માહિતી આધારે ગુજરાત એ.ટી.એસ.ના પો.ઈન્સ.શ્રી એ.એસ. ચાવડા, પો.સ.ઈ. શ્રી એમ. એન. પટેલ, પો.સ.ઈ. શ્રી કે.બી.દેસાઈ તથા સ્ટાફના માણસોએ દિલ્હી ખાતે રેડ કરી મહંમદ યાસીન સ.ઓ.દુનીયાગુલ મીયાં સાહિબ, ઉ.વ.૨૭, રહે. હાલ મકાન નં-૧૦૮, સુપર માર્કેટની ઉપર, ગ્રેટર નોઇડા, સેક્ટર-૩, મૂળ રહે.માર્કો, જલાલાબાદ, અફધાનીસ્તાનનાને પકડી પાડેલ છે અને સર્ચ દરમ્યાન તેના કબ્જામાં રહેલ ૪૬૦ ગ્રામ ગે.કા. હેરોઇનનો જથ્થો પણ રીકવર કરેલ છે.
પકડાયેલ આરોપી મહંમદ યાસીન, સ.ઓ.દુનીયાગુલ મીયાં સાહિબ, મૂળ અફઘાનિસ્તાનના કાબૂલના જલાલાબાદનો રહેવાસી છે. તે ભારતમાં વર્ષ 2017માં મેડીકલ વીઝા આધારે આવેલ હતો અને દિલ્હીમાં તે મેડીકલ વીઝા આધારે આવેલ અફઘાન નાગરિકો માટે ટ્રાન્સ્લેટરનું કામ કરી રહેલ. પકડાયેલ આરોપીના વીઝા બે વર્ષ અગાઉ એક્સ્પાયર થઈ ગયેલ છે અને તેણે UNHCR ના રેફ્યુજી કાર્ડ માટે અપ્લાય કરેલ છે.
સદરી આરોપીને ગુન્હા સબંધે પૂછતા તેણે જણાવેલ છે કે, તેણે તીલકનગર દીલ્હી ખાતેથી આંઠ નવ મહીના પહેલા એક નાઇજીરીયન નાગરીક પાસેથી ચાર કીલો હેરોઇન ખરીદેલ હતું અને તેમાંથી થોડું થોડું છુટકમાં વેચી દીધેલ છે અને બાકીનું ૪૬૦ ગ્રામ હેરોઇન તેની પાસે હતું, તે આ નાઈજીરીયન આરોપીના કહેવાથી કોઇને ડીલીવરી કરવા દિલ્હીના ભોગલ વિસ્તારમાં આવતા પકડાઇ ગયેલ છે.