અમદાવાદ, 24 જૂન, ગુજરાત ના અમદાવાદ ખાતે ઓમ કૉમ્યુનિકેશન દ્વારા નવલકથાકાર , વાર્તાકાર, ચરિત્રકાર, પત્રકાર, નાટ્યકાર,સંપાદક બાલાભાઈ વીરચંદ દેસાઈ ‘જયભિખ્ખુ’ના ૧૧૭મા જન્મદિનપ્રસંગે ‘શીલભદ્ર સારસ્વત’ શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે.
મનીષભાઈ પાઠકે આજે જણાવ્યું કે ૨૬ જૂન,બુધવારે,સાંજે ૦૫૩૦ કલાકે,રા. વિ. પાઠક સભાગૃહ , ગુજરાતી સાહિત્ય પરિષદ , ટાઈમ્સ ઑફ ઇન્ડિયાની પાછળ , આશ્રમ રોડ , અમદાવાદ ખાતે ઓમ કૉમ્યુનિકેશન દ્વારા નવલકથાકાર,વાર્તાકાર,ચરિત્રકાર,પત્રકાર,નાટ્યકાર,સંપાદક બાલાભાઈ વીરચંદ દેસાઈ ‘જયભિખ્ખુ’ના ૧૧૭મા જન્મદિનપ્રસંગે ‘શીલભદ્ર સારસ્વત’ શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે.’શીલભદ્ર સારસ્વત’માં જિંદાદિલ સાહિત્યકાર જયભિખ્ખુ વિષે જયભિખ્ખુના પુત્ર અને પદ્મશ્રી પુરસ્કૃત સાહિત્યકાર કુમારપાળ દેસાઈ અને જયભિખ્ખુનું કથાસાહિત્ય વિશે સાહિત્યકાર સંધ્યા ભટ્ટ તથા કટારલેખક જયભિખ્ખુ વિશે પત્રકાર રમેશ તન્ના વક્તવ્ય આપશે.આ પ્રસંગે સાહિત્યકારો અને સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહેશે.આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી નથી.
