ગાંધીનગર, 27 જૂન, ગુજરાતના ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થા ગાંધીનગર (આઈ આઈ ટી ગાંધીનગર) મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટર એન્ડ એક્ઝિબિશન સેન્ટર ખાતે 29મી જૂન ના રોજ 13મા દીક્ષાંત સમારોહનું આયોજન કરશે.
આઈ આઈ ટી ગાંધીનગર તરફ થી આજે જણાવવામાં આવ્યું કે આ વિશિષ્ઠ સમારંભ 530 સ્નાતક વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિઓની ઉજવણી માટે કરવામાં આવશે.રોન મહેતા તથા એમ. આર. પટેલ પ્રતિષ્ઠિત ઇન્સ્ટિટ્યૂટ ફેલો એવોર્ડ એનાયત કરવામાં આવશે.
ટોચના સ્નાતકોને 40 સુવર્ણ ચંદ્રકો અને 17 રજત ચંદ્રકો એનાયત કરવામાં આવશે. વિપ્રો લિમિટેડ, બેંગલુરુ, કર્ણાટકના કાર્યકારી અધ્યક્ષ રિશદ પ્રેમજી આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.
