ગાંધીનગર, 21 મે, માહિતી નિયામકની કચેરી ગાંધીનગર ખાતે કર્મયોગીઓ દ્વારા મંગળવાર ના રોજ,“આતંકવાદ વિરોધી દિવસ” નિમિત્તે આતંકવાદી પ્રવૃત્તિઓનો વિરોધ કરવાના શપથ લેવાયા.
સરકારી સૂત્રોએ જણાવ્યું કે આજે સવારે 1100 કલાકે ગાંધીનગર ખાતે માહિતી નિયામકની કચેરીમાં માહિતી નિયામક કે.એલ.બચાણીની ઉપસ્થિતિમાં કર્મયોગીઓ દ્વારા આજે ૨૧ મે, “આતંકવાદ વિરોધી દિવસ” નિમિત્તે દેશમાં આતંકવાદી પ્રવૃત્તિઓનો વિરોધ તેમજ કોઈપણ પ્રકારની હિંસાથી દૂર રહેવાના સામૂહિક રીતે શપથ લેવામાં આવ્યા હતા.
