અમદાવાદ, 08 જુલાઈ, ગુજરાત ના અમદાવાદમાં ઔડા દ્વારા એસ.પી રિંગ રોડ એપલવુડ સર્વિસ રોડથી ઓર્ચિડ સ્કાય બિલ્ડિંગના ગેટથી સ્કાય આર્કેડ ચાર રસ્તા સુધી 30 જૂન ના રોજ અતિ ભારે વરસાદ (આશરે ૭.૫૦ ઇંચ) પડવાના કારણે રસ્તો બેસી ગયો છે.
આ ઉપરાંત ગ્રેવિટી અને મેઈન સીવરેજ લાઈનનું કામ ચાલુ હોવાથી સાવચેતીના ભાગરૂપે જરૂરી ટ્રાફિક ડાયવર્ઝન કરવાનું થાય છે. આ કામગીરી ૪૫ દિવસ સુધી ચાલવાની હોઈ તેના વૈકલ્પિક ભાગરૂપે નકશામાં દર્શાવ્યા મુજબ ટ્રાફિક મૂવમેન્ટ કરી શકાશે. ઔડા દ્વારા પ્રસિદ્ધ કરાયેલા નકશામાં દર્શાવ્યા અનુસાર ટ્રાફિક ડાયવર્ઝન કરવાનું રહેશે, એવું અધિક કલેકટર અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ, અમદાવાદની અખબારીયાદીમાં જણાવાયું છે.
