ગાંધીનગર, 06 જૂન, ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ કહ્યું કે ચૂંટણી અંગેની પ્રવર્તમાન આદર્શ આચારસંહિતાનો ૦૬ જૂન થી અંત આવેલ છે.
શ્રીમતી ભારતીએ આજે જણાવ્યું કે ભારતના ચૂંટણી આયોગ, નવી દિલ્હી દ્વારા નક્કી કરાયેલ ચૂંટણી કાર્યક્રમ અનુસાર લોકસભાની સામાન્ય ચૂંટણી તથા ૫(પાંચ) વિઘાનસભા બેઠકોની પેટા ચૂંટણી-૨૦૨૪ના પરિણામો જાહેર થઈ ગયેલ હોઈ અને ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થયેલ હોઈ હવે ચૂંટણી અંગેની પ્રવર્તમાન આદર્શ આચારસંહિતાનો તા.૦૬ જૂનના રોજથી અંત આવેલ છે.
એમણે જણાવ્યું કે ભારતના ચૂંટણી આયોગ, નવી દિલ્હી દ્વારા લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ તથા ૨૬-વિજાપુર, ૮૩-પોરબંદર, ૮૫-માણાવદર, ૧૦૮-ખંભાત અને ૧૩૬-વાઘોડીયા વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીઓ સંદર્ભે તા.૧૬/૦૩/૨૦૨૪ના રોજથી આદર્શ આચારસંહિતા લાગુ કરવામાં આવેલ હતી. ભારતના ચૂંટણી આયોગ, નવી દિલ્હી દ્વારા નક્કી કરાયેલ ચૂંટણી કાર્યક્રમ અનુસાર લોકસભાની સામાન્ય ચૂંટણી તથા ૫(પાંચ) વિઘાનસભા બેઠકોની પેટા ચૂંટણી-૨૦૨૪ના પરિણામો જાહેર થઈ ગયેલ હોઈ અને ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થયેલ હોઈ હવે ચૂંટણી અંગેની પ્રવર્તમાન આદર્શ આચારસંહિતાનો તા.૦૬/૦૬/૨૦૨૪ના રોજથી અંત આવેલ છે.