અમદાવાદ, 04 મે, ટીબીઓ ટેક લિમિટેડ (“ધ કંપની” અથવા “ટીબીઓ”) બુધવાર, 08 મે, 2024ના રોજ ઇક્વિટી શેર્સનો તેનો આઈપીઓ માટે બિડ ખોલશે. ઓફર શુક્રવાર, 10 મે ના રોજ બંધ થશે. એન્કર ઇન્વેસ્ટર બિડીંગ મંગળવાર, 07 મે, ના રોજ રહેશે.
ઓફર માટેનો પ્રાઇઝ બેન્ડ ઇક્વિટી શેર દીઠ રૂ. 875થી રૂ. 920 નક્કી કરવામાં આવ્યો છે (પ્રાઇઝ બેન્ડ). બિડ્સ લઘુતમ 16 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 16 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાય છે.
ઓફરમાં રૂ. 4,000.00 મિલિયન (રૂ. 400 કરોડ)ના મૂલ્યના ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂ (“ફ્રેશ ઇશ્યૂ”) અને 12,508,797 સુધીના ઇક્વિટી શેર્સના કેટલાક શેરધારકો દ્વારા વેચાણની ઓફર (“ઓફર ફોર સેલ” અને ફ્રેશ ઇશ્યૂની સાથે મળીને “ઓફર”) (“કુલ ઓફર સાઇઝ”)નો સમાવેશ થાય છે.
કંપની ઓફરના ફ્રેશ ઇશ્યૂ પોર્શનમાંથી મળેલી કુલ આવકનો નીચે મુજબ ઉપયોગ કરવાની યોજના ધરાવે છે (1) નવા ખરીદકર્તાઓ (નીચે જણાવેલા) અને સપ્લાયર્સ દ્વારા પ્લેટફોર્મને વધારવા તથા મજબૂત કરવા જેમાં સમાવેશ થાય છે (એ) કંપની દ્વારા ટેક્નોલોજી અને ડેટા સોલ્યુશન્સમાં રોકાણ માટે રૂ. 1,350 મિલિયન (રૂ. 135 કરોડ) (બી) માર્કેટિંગ અને પ્રમોશનલ એક્ટિવિટીઝ દ્વારા પ્લેટફોર્મ યુઝર્સના ઓનબોર્ડિંગ માટે તથા ભારતની બહાર સપ્લાયર અને બાયર્સને વધારવા માટે સેલ્સ અને કોન્ટ્રાક્ટિંગ કર્મચારીઓની ભરતી માટે તેની મટિરિયલ સબસિડિયરી ટેક ટ્રાવેલ્સ ડીએમસીસીમાં રોકાણ માટે રૂ. 1,000 મિલિયન (રૂ. 100 કરોડ), (સી) ભારતમાં સંસ્થાની વિકાસ યોજનાઓને સમર્થન આપવા માટે સેલ્સ, માર્કેટિંગગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રૂ. 250 મિલિયન (રૂ. 25 કરોડ)નું રોકાણ અને (2) અજાણ્યા ઇનઓર્ગેનિક હસ્તાંતરણો તથા સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે રૂ. 400 મિલિયન (રૂ. 40 કરોડ) (“ઓફરનો હેતુ”).
વેચાણની ઓફરમાં ગૌરવ ભટનાગર દ્વારા 2,033,944 સુધીના ઇક્વિટી શેર્સ, મનીષ ધિંગરા દ્વારા 572,056 સુધીના ઇક્વિટી શેર્સ, લેપ ટ્રાવેલ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા 2,606,000 સુધીના ઇક્વિટી શેર્સ (સંયુક્તપણે પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર્સ), ટીબીઓ કોરિયા હોલ્ડિંગ્સ લિમિટેડ દ્વારા 2,637,040 સુધીના ઇક્વિટી શેર્સ અને ઓગસ્ટા ટીબીઓ (સિંગાપોર) પીટીઈ લિમિટેડ દ્વારા 4,659,757 સુધીના ઇક્વિટી શેર્સ (કુલ મળીને “ઇન્વેસ્ટર સેલિંગ શેરહોલ્ડર્સ”)નો સમાવેશ થાય છે. (પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર્સ અને ઇન્વેસ્ટર સેલિંગ શેરહોલ્ડર્સ, સાથે મળીને સેલિંગ શેરહોલ્ડર્સ તરીકે ઓળખાશે).
ઓફરમાં લાયક ઠરેલા કર્મચારીઓ માટે સબ્સ્ક્રીપ્શન માટે રૂ. 30 મિલિયન (રૂ. 3 કરોડ) સુધીના રિઝર્વેશનનો સમાવેશ થાય છે (“એમ્પ્લોઇ રિઝર્વેશન પોર્શન”).
ઇક્વિટી શેર્સ નવી દિલ્હી ખાતે દિલ્હી અને હરિયાણાની રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ (“આરઓસી”)માં 28 એપ્રિલ, 2024ના રોજ ફાઇલ કરાયેલા રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ અથવા “આરએચપી”) દ્વારા ઓફર કરવામાં આવી રહ્યા છે.
પ્રત્યેક રૂ. 1ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર (“ઇક્વિટી શેર”) માટે રૂ. 875થી રૂ. 920ની પ્રાઇઝ બેન્ડ ફિક્સ કરવામાં આવી છે
બિડ/ઓફર બુધવાર, 8 મે, ના રોજ ખૂલશે અને શુક્રવાર, 10 મે, ના રોજ બંધ થશે. એન્કર ઇન્વેસ્ટર બિડીંગ તારીખ મંગળવાર, 7 મે, રહેશે.
બિડ લઘુતમ 16 ઇક્વિટી શેર્સ માટે અને ત્યારબાદ 16 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાશે