અમદાવાદ, 18 મે, ગુજરાતી સાહિત્ય પરિષદ માં રવિવાર ના રોજ પુસ્તક પરિચય’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
મનીષભાઈ પાઠકે આજે જણાવ્યું કે તા.૧૯ મે,રવિવારે,સાંજે ૦૫-૩૦ કલાકે,ગોવર્ધનસ્મૃતિ મંદિર સભાગૃહ,ગુજરાતી સાહિત્ય પરિષદ,આશ્રમ રોડ,અમદાવાદ ખાતે ઓમ કૉમ્યુનિકેશન દ્વારા ‘પુસ્તક પરિચય’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.’પુસ્તક પરિચય’માં સાહિત્યસર્જક શામળ ભટ્ટનું પુસ્તક ‘ નંદબત્રીસી ‘ વિશે કીર્તિદા શાહ સાહિત્યસર્જક કનૈયાલાલ મા.મુનશીનું પુસ્તક ‘ પૃથિવીવલ્લભ ‘ વિશે કિરીટ દૂધાત પુસ્તકનો આસ્વાદલક્ષી પરિચય કરાવી વક્તવ્ય આપશે.આ પ્રસંગે સાહિત્યકારો અને પુસ્તકપ્રેમીઓ ઉપસ્થિત રહેશે.આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી નથી.
