અમદાાવાદ, 12 જિલાઈ, બોગસ ડોક્ટર મેહુલ ચાવડાની અનન્યા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બાદ મોરૈયા જનરલ હોસ્પિટલ સીલ કરવામાં આવી.
સરકારી સૂત્રો એ આજે જણાવ્યું કે અમદાવાદ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શૈલેષ પરમાર દ્વારા બોગસ ડોક્ટર પકડવાની કામગીરી યથાવત રાખવામાં આવી છે. અમદાવાદ CDHO દ્વારા અનન્યા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બાદ વધુ એક હોસ્પિટલને સીલ કરવામાં આવી છે અને બોગસ ડોક્ટર વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બોગસ ડોક્ટર મેહુલ ચાવડાની વધુ એક હોસ્પિટલ ઝડપાઈ: અનન્યા મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ બાદ મોરૈયા હોસ્પિટલ સામે આવી હતી. સાધનો લઈ ડોક્ટર સહિતના આરોપી ફરાર. અત્યાર સુધી આપણે સામાન્ય ક્લિનિક ચલાવતા બોગસ ડોક્ટરો તો જોયા હતા, પરંતુ અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં એક બોગસ ડોક્ટર આખે આખી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ચલાવતો હતો અને દર્દીઓ પાસેથી સારવારના નામે લાખો રૂપિયા ખંખેરતો અને લોકોના જીવન સાથે રમત રમતો હતો.
અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા બોગસ ડોક્ટરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવતા અમદાવાદ ગ્રામ્યમાં બિન અધિકૃત રીતે તબીબી પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટરોમાં ફકરાટ વ્યાપી ગયો છે.