Spread the love

અમદાવાદ, 29 મે, અમદાવાદમાં ગુજરાતી સાહિત્યનું સૌથી મોટું સન્માન પારસચંદ્રક અર્પણ કરાયો.
મનીષ પાઠકે આજે જણાવ્યું કે પારસ ફાઉન્ડેશન દ્વારા અમદાવાદની હોટેલ તાજ સ્કાયલાઇન ખાતે ‘પારસચંદ્રક અર્પણ સમારોહ – ૨૦૨૪’નું હાલ માં આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં ગુજરાત અને મુંબઈથી ૨૦૦થી વધારે સાહિત્ય સર્જકો પધાર્યા હતાં. મુખ્ય અતિથિ તરીકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતાં. જેમના વરદ હસ્તે નીચે જણાવેલ પાંચ શ્રેણીમાં પારસચંદ્રક એનાયત કરવામાં આવ્યા હતાં. પ્રત્યેક શ્રેણીમાં સ્મૃતિચિહ્ન અને રૂ. ૨ લાખની ધનરાશી પુરસ્કાર રૂપે એનાયત કરવામાં આવી હતી.


શ્રેષ્ઠ સર્જક – પદ્ય : રાજેશ વ્યાસ ‘મિસ્કીન’, શ્રેષ્ઠ સર્જક – ગદ્ય : વીનેશ અંતાણી, શ્રેષ્ઠ યુવા સર્જક પદ્ય : ભાવેશ ભટ્ટ, શ્રેષ્ઠ યુવા સર્જક ગદ્ય : રામ મોરી, સાહિત્ય સેવા : મનીષ પાઠકને પારસચંદ્રક એનાયત કરવામાં આવ્યા .
જાણીતા સાહિત્યકાર પદ્મશ્રીથી પુરસ્કૃત રઘુવીર ચૌધરી, કુમારપાળ દેસાઇ, અને ભીખુદાન ગઢવી તથા રાજેન્દ્ર શુક્લ, જોરવારસિંહ જાદવ, માધવ રામાનુજ અને ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જહા એ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી. આ કાર્યક્રમમાં ગુજરાતી ભાષાના અગ્રણી સર્જકોનું સન્માન કરવા માં આવ્યું હતું. આ આખો કાર્યક્રમ પારસ ફાઉન્ડેશનના સ્થાપક – પારસ પટેલનાં ગુજરાતી સાહિત્ય અને ભાષા સેવાનાં સ્વપ્નથી સાકાર થયો. જેઓ ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ અને ઉમદા કવિ છે.