Spread the love
આમ લોકસભાની સામાન્ય ચૂંટણીના સંદર્ભમાં આજ તા.૧૬.૦૪.૨૦૨૪ના રોજ કુલ: ૯૭ ઉમેદવારો દ્વારા ઉમેદવારીપત્રો રજૂ થયેલ છે જ્યારે વિધાનસભાની પેટા ચૂંટણીના સંદર્ભમાં આજ તા.૧૬.૦૪.૨૦૨૪ના રોજ કુલ: ૦૮ ઉમેદવારો દ્વારા ઉમેદવારીપત્રો રજૂ થયેલ છે.
       ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર લોકસભાની સામાન્ય ચૂંટણી તથા વિધાનસભાની પેટા ચૂંટણી-૨૦૨૪ ના સંદર્ભમાં ઉમેદવારો દ્વારા પોતાના ઉમેદવારીપત્રો સાથે સોગંદનામું (એફિડેવિટ- ફોર્મ-૨૬) પણ રજૂ કરવાનું રહે છે.