યશોભૂમિ કન્વેન્શનલ સેન્ટર, દ્વારકા, નવી દિલ્હી ખાતે આજે વિશ્વ હોમિયોપેથી દિવસ 2024 પર વૈજ્ઞાનિક સંમેલનનું ઉદ્ઘાટન કરતાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુએ જણાવ્યું હતું કે, “સારવારની વિવિધ પદ્ધતિઓથી ભ્રમિત થઈ ગયેલી ઘણી વ્યક્તિઓને હોમિયોપેથીના ચમત્કારોનો લાભ મળ્યો છે. જો કે, વૈજ્ઞાનિક સમુદાયમાં, આવા અનુભવોને ત્યારે જ સ્વીકારી શકાય છે જ્યારે હકીકતો અને વિશ્લેષણ દ્વારા સમર્થિત પૂરતી સંખ્યામાં અનુભવો સાથે રજૂ કરવામાં આવે. વૈજ્ઞાનિક કઠોરતાને પ્રોત્સાહિત કરવાથી લોકોમાં સારવારની આ પદ્ધતિમાં વિશ્વાસ વધશે.”
તેમણે તેમના સંબોધનમાં ઉમેર્યું હતું કે “વૈજ્ઞાનિક માન્યતા એ પ્રામાણિકતાનો આધાર બનાવે છે અને સ્વીકૃતિ અને લોકપ્રિયતા બંને પ્રામાણિકતા સાથે વધશે. સંશોધનને સશક્ત બનાવવા અને નિપુણતા વધારવાના તમારા પ્રયત્નો હોમિયોપેથીને પ્રોત્સાહન આપવા માટે ફાયદાકારક રહેશે. તેનાથી ડૉક્ટર્સ, દર્દીઓ, દવા ઉત્પાદકો અને સંશોધકો સહિત હોમિયોપેથી સાથે સંકળાયેલા તમામ લોકોને લાભ થશે.”
રાષ્ટ્રપતિએ વધુમાં જણાવ્યું હતું કે હોમિયોપેથીની શિક્ષણ પ્રણાલીમાં સતત સુધારાથી આ પદ્ધતિ યુવાન વિદ્યાર્થીઓ માટે વધુ આકર્ષક બનશે. હોમિયોપેથીના ઉજ્જવળ ભવિષ્ય માટે મોટી સંખ્યામાં યુવાનોની સંડોવણી જરૂરી છે. રાષ્ટ્રપતિએ આયુષ મંત્રાલયને આ મેગા ઇવેન્ટનું આયોજન કરવા અને અન્ય આયુષ ચિકિત્સા પદ્ધતિઓની સાથે હોમિયોપેથીને પ્રોત્સાહન આપવા બદલ અભિનંદન આપ્યા.
રાષ્ટ્રપતિએ આ બે દિવસીય વૈજ્ઞાનિક સંમેલનમાં “સંશોધનને સશક્ત બનાવવું, નિપુણતામાં વધારો કરવો” આજે વિશ્વ હોમિયોપેથી દિવસના પ્રસંગની ઉજવણી કરવા માટે આયુષ મંત્રાલય હેઠળની સ્વાયત્ત સર્વોચ્ચ સંશોધન સંસ્થા સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન હોમિયોપેથી (સીસીઆરએચ) દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે, આયુષ મંત્રાલયના સચિવ વૈદ્ય રાજેશ કોટેચાએ જણાવ્યું હતું કે, “હોમિયોપેથીમાં, અન્ય તબીબી પ્રણાલીઓ અને પરંપરાગત દવાઓ વચ્ચે સંકલન માટે પુષ્કળ સંભાવનાઓ છે. આ પ્રણાલીઓને સંકલિત કરવાના પ્રયત્નો, જ્યાં યોગ્ય હોય ત્યાં, એવા દર્દીઓને લાભ કરશે જેઓ આરોગ્યસંભાળ માટે વ્યાપક અભિગમની માંગ કરે છે. હોમિયોપેથી માટે એક મજબૂત વૈજ્ઞાનિક પાયો સ્થાપિત કરવા માટે મજબૂત સંશોધન અને ક્લિનિકલ પરીક્ષણ નિર્ણાયક છે. સરકાર હોમિયોપેથિક સમુદાય સાથે મળીને કામ કરીને ગુણવત્તા નિયંત્રણ અને દર્દીની સલામતી માટે પ્રતિબદ્ધ છે. હોમિયોપેથીની જાહેર સુલભતા વધારવા અને તેની પહોંચ વધારવા માટે, અમે પ્રાથમિક આરોગ્યસંભાળ પ્રણાલીઓમાં તેના સંકલનને સક્રિયપણે પ્રોત્સાહન આપી રહ્યા છીએ. અમે સીસીઆરએચ અને અન્ય સહયોગીઓ જેવી સુવિધાઓ મારફતે હોમિયોપેથીમાં સંશોધનને સક્રિયપણે પ્રોત્સાહિત કરી રહ્યા છીએ અને ક્લિનિકલ ટ્રાયલ્સ અને પુરાવા-આધારિત અભ્યાસો માટે સંસાધનોની ફાળવણી કરી રહ્યા છીએ.”
આયુષ મંત્રાલયના સીસીઆરએચના ડીજી ડો.સુભાષ કૌશિકે તેમના સ્વાગત પ્રવચનમાં આજના યુગમાં પુરાવા આધારિત સંશોધનની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો, જેના માટે વિવિધ ક્ષેત્રો અને વિશેષતાઓના વૈજ્ઞાનિકો એકજૂથ થાય તે જરૂરી છે. તેમણે સિમ્પોઝિયમમાં હાજરી આપીને હોમિયોપેથીને ટેકો આપવા બદલ એઈમ્સ, આઈસીએમઆર, એપોલો કેન્સર હોસ્પિટલ, ચેન્નાઈ, જનકપુરી સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલ, દિલ્હી વગેરે જેવી વિવિધ સંસ્થાઓનાં પ્રસિદ્ધ વૈજ્ઞાનિકો અને ડૉક્ટરોનો આભાર માન્યો હતો.
ઉદઘાટન સમારંભ પછી પદ્મભૂષણ અને પદ્મશ્રી વૈદ્ય દેવેન્દ્ર ત્રિગુણાજી તથા પદ્મશ્રી ડૉ. એચ. આર. નાગેન્દ્રજીની અધ્યક્ષતામાં ‘વર્ડ્સ ઑફ વિઝડમ’ વિષય પર એક સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સત્રમાં પદ્મ પુરસ્કાર વિજેતાઓ હોમિયોપેથી ક્ષેત્રના પદ્મ પુરસ્કાર વિજેતાઓ પદ્મશ્રી ડૉ. વી. કે. ગુપ્તા, પદ્મશ્રી ડૉ. મુકેશ બત્રા, પદ્મશ્રી ડૉ. કલ્યાણ બેનર્જી અને પદ્મશ્રી ડૉ. આર. એસ. પારિકે ઉપસ્થિત જનમેદની સાથે પોતાનો સમૃદ્ધ અનુભવ વહેંચ્યો હતો.
આયુષ વૈજ્ઞાનિક અધ્યક્ષ, હોમિયોપેથી માટેના રાષ્ટ્રીય આયોગના ચેરમેન ડો. અનિલ ખુરાના, આયુષ વૈજ્ઞાનિક અધ્યક્ષ, આયુષ મંત્રાલયના સલાહકાર (હોમિયોપેથી) ડો. સંગીતા એ. દુગ્ગલ, ડો. પિનાકિન એન ત્રિવેદી, બોર્ડ ઓફ એથિક્સ એન્ડ રજિસ્ટ્રેશન ફોર હોમિયોપેથી, એન.સી.એચ. ડો. જનાર્દનન નાયર, મેડિકલ એસેસમેન્ટ એન્ડ રેટિંગ બોર્ડ ફોર હોમિયોપેથીના પ્રમુખ, એનસીએચ ડો. તારકેશ્વર જૈન, હોમિયોપેથી એજ્યુકેશન બોર્ડના પ્રમુખ ડો. નંદિની આયુષ કુમારની સાથે આ કાર્યક્રમમાં અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં નેધરલેન્ડ, સ્પેન, કોલંબિયા, કેનેડા અને બાંગ્લાદેશના 8 પ્રતિનિધિઓએ પણ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન 17 સીસીઆરએચ પ્રકાશનો બહાર પાડવામાં આવ્યા હતા.
ત્યાર પછીના સત્રોમાં એમ્પાવરિંગ હોમિયોપેથી અને આધુનિક પરિપ્રેક્ષ્ય, ક્લિનિશિયન્સ પરસ્પેક્ટિવ્સ એન્ડ એડવાન્સિંગ પ્રેક્ટિસ જેવા વિષયો પર વાર્તાલાપ અને પેનલ ડિસ્કશનનો સમાવેશ થાય છે. આ સત્રોમાં એસએબી, સીસીઆરએચના ચેરમેન ડો. વી. કે. ગુપ્તા, આયુષ મંત્રાલયના સંયુક્ત સચિવ શ્રી બી. કે. સિંહ, આયુષ મંત્રાલયના સલાહકાર (હોમિયોપેથી), ડૉ. સંગીતા એ. દુગ્ગલ, હોમિયોપેથી સેક્શનલ કમિટીના ચેરપર્સન ડો. રાજ કે. મનચંદા, આયુષ વિભાગ, બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (બીઆઈએસ) અને ભૂતપૂર્વ ડીજી, સીસીઆરએચ, ડૉ.ચિંતન વૈષ્ણવ, મિશન ડિરેક્ટર, અટલ ઇનોવેશન મિશન, નીતિ આયોગ, એસ.સી.સી.આર.એચ.ના ચેરપર્સન ડો. એલ. કે. નંદા તથા અન્ય જાણીતા ક્લિનિશિયન ડો.
બે દિવસ સુધી ચાલનારા આ વૈજ્ઞાનિક સંમેલનમાં ટ્રાન્સલેશનલ રિસર્ચ, એવિડન્સ બેઝઃ રિસર્ચ એન્ડ પ્રેક્ટિસ અનુભવ, રોગચાળો અને જાહેર આરોગ્ય, હોમિયોપેથીક ડ્રગ સ્ટાન્ડર્ડાઇઝેશન એન્ડ બેઝિક રિસર્ચ, ઇન્ટરડિસિપ્લિનરી રિસર્ચ, રિફોર્મ્સ એન્ડ રિસર્ચ ઇન એજ્યુકેશન, ગ્લોબલ પરસ્પેક્ટિવ્સ, હોમિયોપથીમાં પડકારો – હોમિયોપેથીમાં ભૂમિકા, વેટરનરી હોમિયોપેથી, હોમિયોપેથીમાં ક્વોલિટી એશ્યોરન્સ ઇન હોમિયોપેથિક મેડિસિનલ પ્રોડક્ટ્સ એન્ડ સર્વિસીસ પર સત્રો પણ સામેલ હશે.
આ સંમેલનનો ઉદ્દેશ ક્લિનિકલ પ્રેક્ટિસ અને આરોગ્ય કાર્યક્રમોમાં પુરાવા-આધારિત વૈજ્ઞાનિક સારવારને પ્રોત્સાહન આપવાનો, સંશોધન-આધારિત થેરાપ્યુટિક્સમાં હોમિયોપેથિક સમુદાયને કેપેસિટેકેટ કરવાનો, વ્યક્તિગત, સલામત અને વિશ્વસનીય આરોગ્યસંભાળ માટે વસ્તીની જરૂરિયાતોને પહોંચી વળવા હેલ્થકેર પાવરહાઉસ બનવાનો અને દર્દીના વધુ સારા પરિણામો માટે ગુણવત્તાયુક્ત નિદાન, થેરાપ્યુટિક્સ અને વૈજ્ઞાનિક સાધનો સાથે હોમિયોપેથીક દવાને સમૃદ્ધ બનાવવાનો છે.