Spread the love

લોકસભા ચૂંટણીની ઉમેદવારી નોંધાવવાની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે અમદવાદની બે બેઠકો અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ માટે આજરોજ (૧૮ એપ્રિલ) કુલ ૧૬ ફોર્મ ઉપડ્યા જ્યારે કુલ ૧૮ ફોર્મ રજૂ થયા છે. જે પૈકી અમદાવાદ પૂર્વ બેઠક માટે ૯ ફોર્મ ઉપડ્યા, ૧૪ ફોર્મ રજૂ કરાયા, જ્યારે અમદવાદ પશ્ચિમ માટે ૮ ફોર્મ ઉપડ્યા, ૪ ફોર્મ રજૂ કરાયા છે. આમ, બંને બેઠકો પર અત્યારસુધીમાં કુલ ૧૮૦ ફોર્મ ઉપડ્યાં, ૩૯ ફોર્મ રજૂ કરવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ૭ – અમદાવાદ પૂર્વ સંસદીય મતદાર વિભાગ માટે જિલ્લા વિકાસ અધિકારી, અમદાવાદ અથવા મદદનીશ ચૂંટણી અધિકારી, ૭ અમદાવાદ પૂર્વ સંસદીય મતદાર વિભાગ અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી (વિકાસ) અમદાવાદને ચૂંટણી અધિકારી, ૭- અમદાવાદ પૂર્વ સંસદીય મતદાર વિભાગ અને જિલ્લા વિકાસ અધિકારી, અમદાવાદની ચેમ્બર, પહેલો માળ, જિલ્લા પંચાયત કચેરી, ભદ્ર, લાલ દરવાજા, અમદાવાદ સમક્ષ તા.૧૯/૦૪/૨૦૨૪ સુધી (જાહેર રજાના દિવસ સિવાય) સવારના ૧૧.૦થી બપોરના ૩.૦૦ વાગ્યા દરમિયાન ઉમેદવારીપત્ર મેળવીને ભરી શકાશે.

જ્યારે ૮ – અમદાવાદ પશ્ચિમ (અ.જા.) સંસદીય મતદાર વિભાગ માટે કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી, અમદાવાદની કચેરી, કલેક્ટરની ચેમ્બર, પ્રથમ માળ જિલ્લા સેવા સદન, સુભાષબ્રિજ સામે, અમદાવાદ અથવા મદદનીશ ચૂંટણી અધિકારી ૮-અમદાવાદ પશ્ચિમ (અ.જા.) સંસદીય મતદાર વિભાગ અને નાયબ કલેક્ટર જમીન સુધારણા અમદાવાદ રૂમ નં.૧૦૮, પ્રથમ માળ, જિલ્લા સેવાસદન, સુભાષબ્રિજ સામે, અમદાવાદ સમક્ષ તા.૧૯/૦૪/૨૦૨૪ સુધી (જાહેર રજાના દિવસ સિવાય) સવારના ૧૧.૦થી બપોરના ૩.૦૦ વાગ્યા દરમિયાન ઉમેદવારીપત્ર મેળવીને ભરી શકાશે.

આ ભરાયેલા ઉમેદવારી પત્રોની ચકાસણી આગામી તા.૨૦/૦૪/૨૦૨૪ના રોજ સવારના ૧૧.૦૦ વાગ્યાથી સબંધિત ચૂંટણી અધિકારીની કચેરી ખાતે હાથ ધરવામાં આવશે અને તા.૨૨/૦૪/૨૦૨૪ના બપોરના ૩.૦૦ કલાક પહેલા ઉમેદવારી પરત ખેંચી શકાશે. એટલે કે તારીખ ૨૨ એપ્રિલના સાંજે ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થશે.

લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪- અમદાવાદ જિલ્લો

૧૮ એપ્રિલના રોજ અમદાવાદ જિલ્લાની બંને બેઠકો માટે વધુ ૧૬ ફોર્મ ઉપડ્યાં જ્યારે કુલ ૧૮ ફોર્મ રજૂ થયાં

અમદાવાદ પૂર્વ બેઠક માટે ૯ ફોર્મ ઉપડ્યાં, ૧૪ ફોર્મ રજૂ કરાયાં, જ્યારે અમદાવાદ પશ્ચિમ માટે ૮ ફોર્મ ઉપડ્યાં, ૪ ફોર્મ રજૂ કરાયાં

બંને બેઠકો પર અત્યારસુધીમાં કુલ ૧૮૦ ફોર્મ ઉપડ્યાં તથા ૩૯ ફોર્મ રજૂ કરવામાં આવ્યા

આવતી કાલ તા. ૧૯/૦૪/૨૦૨૪ સવારે ૧૧.૦૦થી બપોરે ૩.૦૦ વાગ્યા સુધી કોરા ઉમેદવારી પત્ર મળશે