~અદાણી યુનિવર્સિટીએ ક્વાલકોમ ટેક્નોલોજીસ અને IIT બોમ્બે સાથે મળીને AI, એજ કમ્પ્યુટિંગ, IoT, એમ્બેડેડ સિસ્ટમ્સ અને ઇન્ડસ્ટ્રિયલ ઓટોમેશન માટે બે નવી અત્યાધુનિક લેબ્સ શરૂ કરી.
Ahmedabad, Gujarat, Aug 14 (VNI): અદાણી યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને આધુનિક ટેક્નોલોજી સાથે પ્રાયોગિક તાલીમ મળી રહે તે માટે ક્વાલકોમ ટેક્નોલોજીસ અને IIT બોમ્બે સાથે મળીને બે નવી સુપર-સ્પેશિયાલિટી લેબ્સ શરૂ કરી છે. તેમાં ક્વાલકોમ દ્વારા સંચાલિત ‘Arduino Edge AI Lab’ અને IIT બોમ્બેના ઇ-યંત્ર પ્રોગ્રામ હેઠળ ‘Engineering Exploration Program (EEP) Lab’નો સમાવેશ થાય છે.
આ બંને લેબ્સ વિદ્યાર્થીઓને AI, એજ કમ્પ્યુટિંગ, IoT, એમ્બેડેડ સિસ્ટમ્સ અને ઇન્ડસ્ટ્રિયલ ઓટોમેશન જેવા ક્ષેત્રોમાં હેન્ડ્સ-ઓન અનુભવ આપશે. Arduino Edge AI Labમાં વિદ્યાર્થીઓ એજ કમ્પ્યુટિંગ પ્લેટફોર્મ્સ પર AI મોડલ્સ ડિઝાઇન, ટેસ્ટ અને ઓપ્ટિમાઇઝ કરી શકશે. લેબમાં એજ AI, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, કમ્પ્યુટર વિઝન અને સ્માર્ટ ડિવાઇસિસ જેવા ક્ષેત્રો પર ખાસ ધ્યાન અપાશે.
IIT બોમ્બેની EEP Labમાં વિદ્યાર્થીઓને ઇલેક્ટ્રોનિક્સ, એમ્બેડેડ સિસ્ટમ્સ, પ્રોગ્રામિંગ અને ઓટોમેશનમાં પ્રેક્ટિકલ તાલીમ મળશે. આ સુવિધા વિદ્યાર્થીઓને ક્લાસરૂમમાં મેળવેલા જ્ઞાનને વાસ્તવિક પ્રોજેક્ટ્સ અને ટેક્નોલોજી સોલ્યુશન્સમાં લાગુ કરવાની તક આપશે.
લેબ્સનું ઉદ્ઘાટન અદાણી યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડો. પ્રીતિ જી. અદાણી દ્વારા ક્વાલકોમ ટેક્નોલોજીસ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ રાજેન વાગડિયાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ સહયોગનો હેતુ વિદ્યાર્થીઓને ભવિષ્યની ડિજિટલ અર્થવ્યવસ્થા માટે તૈયાર કરવાનો છે. લેબ્સમાં વિકસિત સંશોધન અને પ્રોટોટાઇપ્સ સ્માર્ટ હેલ્થકેર, સ્માર્ટ સિટી, ઇન્ટેલિજન્ટ ટ્રાન્સપોર્ટેશન, ઇન્ડસ્ટ્રિયલ ઓટોમેશન તથા 5G/6G કનેક્ટેડ નેટવર્ક્સ જેવા ક્ષેત્રોમાં ઉપયોગી બની શકે છે.
અદાણી યુનિવર્સિટીના પ્રોવોસ્ટ પ્રો. ધવલ પૂજારાએ જણાવ્યું કે આધુનિક ટેક્નોલોજી આધારિત અર્થતંત્ર માટે વિદ્યાર્થીઓને ઉદ્યોગજગતનો સીધો અનુભવ મળવો જરૂરી છે. જ્યારે યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પ્રો. અમિષ વ્યાસે જણાવ્યું કે નવી લેબ્સ યુનિવર્સિટીના સંશોધન માળખાને વધુ મજબૂત બનાવશે અને વિદ્યાર્થીઓ, સંશોધકો, ફેકલ્ટી તથા ઉદ્યોગ નિષ્ણાતો વચ્ચે સહયોગ માટે મજબૂત પ્લેટફોર્મ ઊભું કરશે. VNI NEWS, Adani University, AI Lab, Arduino Edge AI Lab, Qualcomm Technologies, IIT Bombay, Engineering Exploration Program, EEP Lab, Artificial Intelligence, Edge Computing, IoT, Embedded Systems, Industrial Automation, Ahmedabad, Adani University AI Lab, IIT Bombay EEP Lab, AI and Engineering Labs, Qualcomm Technologies, VNINews, VNINews.com
