~ગાંધીનગરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા રક્ષાબંધન નિમિત્તે પોલીસ જવાનોને રાખડી બાંધી નશામુક્ત રહેવાનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો.
Gandhinagar, Gujarat, Aug 20 (VNI): સેક્ટર-21, ગાંધીનગર ખાતે બ્રહ્માકુમારીઝ દ્વારા રક્ષાબંધન પર્વ નિમિત્તે નશામુક્તિ માટે 10 કરોડ લોકોના સંકલ્પ લેવડાવવાના રાષ્ટ્રવ્યાપી અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો.
મીડિયા સંયોજક ભરત શાહના જણાવ્યા અનુસાર, ભારત સરકારના સહયોગથી પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા નશામુક્તિ માટે 10 કરોડ (100 મિલિયન) લોકોના સંકલ્પ લેવડાવવાનું વિશાળ રાષ્ટ્રવ્યાપી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાનનો મુખ્ય હેતુ નશાસેવનની દુષ્પ્રસરો અંગે જાગૃતિ લાવવાનો તેમજ લોકોને સારા સંસ્કારો અને મજબૂત ચારિત્ર્ય આધારિત સ્વસ્થ જીવન જીવવા માટે પ્રેરિત કરવાનો છે.
બ્રહ્માકુમારીઝ સંસ્થાના ગાંધીનગર સેક્ટર-28 સેવાકેન્દ્રના પ્રભારી રાજયોગિની કૈલાશ દીદીના દિવ્ય માર્ગદર્શન હેઠળ સેક્ટર-21 પોલીસ સ્ટેશન ખાતે પોલીસ અધિકારી લતાબેન દેસાઈ, PSI કે.વી. ઠાકોર સહિત પોલીસ જવાનો અને સ્ટાફને ઈશ્વરીય સ્નેહ, શક્તિ અને વરદાનસભર રાખડી બાંધવામાં આવી હતી.
આ પ્રસંગે પોલીસ અધિકારીઓ, જવાનો અને સ્ટાફને નશામુક્ત રહેવાનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન સૌને પ્રભુ પ્રસાદનું વિતરણ કરી મોં મીઠું કરાવવામાં આવ્યું હતું. VNI NEWS, Brahma Kumaris, Drug Free Campaign, Gandhinagar, Raksha Bandhan, Nasha Mukti, 10 Crore Pledge, Drug Free India, Nasha Mukti Campaign, Gujarat Police, VNINews, VNINews.com
