~VENUS GROUP launches ‘Live it Now’ social initiative, taking responsibility for education and essential expenses of support staff families’ children.

Ahmedabad, Gujarat, Sep 12 (VNI): VENUS GROUPએ શનિવારે પોતાની વિશિષ્ટ સામાજિક પહેલ ‘Live it Now’ની જાહેરાત કરી છે. અમદાવાદના આર્કિટેક્ચરલ લેન્ડસ્કેપને છેલ્લા સાડા ત્રણ દાયકાથી ગૌરવવંતી ઓળખ આપનાર ગ્રૂપે રિયલ એસ્ટેટ અને પ્રોપર્ટી ડેવલપમેન્ટ ક્ષેત્રમાં ઇમારતોના નિર્માણથી આગળ વધીને સામાજિક ઉત્તરદાયિત્વની પોતાની સફરને એક નવો અને અર્થપૂર્ણ આયામ આપ્યો છે.

VENUS GROUPના ડિરેક્ટર વિનીત વાસવાણીએ જણાવ્યું કે આ ગ્રુપ રક્તદાન શિબિરો સહિત વિવિધ લોકકલ્યાણના કાર્યો દ્વારા સમાજસેવામાં ભૂમિકા ભજવી રહ્યું છે. ‘Live it Now’ પહેલ દ્વારા આ સેવાયજ્ઞોને એક નવી દિશા અને વ્યાપક પ્લેટફોર્મ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મોટા પરિવર્તનની શરૂઆત પોતાના ઘરથી જ થવી જોઈએ તે વિચાર સાથે ગ્રૂપે આ પહેલની શરૂઆત પોતાના ‘VENUS પરિવાર’થી કરી છે.

આ પહેલ હેઠળ ગ્રૂપે પોતાના સપોર્ટ સ્ટાફના પરિવારોના 2 થી 21 વર્ષની વયના બાળકોના શિક્ષણની સંપૂર્ણ જવાબદારી લેવાનો નિર્ણય કર્યો છે. VENUS GROUP આ બાળકોની સ્કૂલ-કોલેજની ફી ઉપરાંત હોસ્ટેલ, આવવા-જવાની વ્યવસ્થા તેમજ ખાવા-પીવાની તમામ વાર્ષિક ફી પોતે વહન કરશે. આ પગલાનો હેતુ બાળકોના શિક્ષણમાં સતતતા જાળવવાની સાથે તેમના પરિવારો પરનો આર્થિક બોજ ઘટાડવાનો છે.
‘Live it Now’ અંગે શ્રી વિનીત વાસવાણીએ જણાવ્યું હતું કે, “શિક્ષણ એ માનવ જીવનની સૌથી મૂલ્યવાન મૂડી છે, જે સમય સાથે ક્યારેય ઘટતી નથી પરંતુ સતત વધતી જાય છે. તે માત્ર એક વ્યક્તિનું જ નહીં, પરંતુ આખા પરિવાર, સમાજ અને દેશનું ભવિષ્ય ઉજ્જવળ બનાવે છે. ‘Live it Now’ દ્વારા અમે અમારા પોતાના પરિવારથી આ શરૂઆત કરી છે, પરંતુ અમારો સંકલ્પ ઘણો મોટો છે.”
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ અભિયાન ધીમે-ધીમે આગળ વધીને એવા દરેક જરૂરિયાતમંદ સુધી પહોંચે તેવો ગ્રૂપનો સંકલ્પ છે, જેને સાચી તકની જરૂર છે. આ પહેલનો વ્યાપ માત્ર VENUS GROUP પૂરતો સીમિત નહીં રહે અને સમયની સાથે સમાજના જરૂરિયાતમંદ વર્ગ સુધી તેને વિસ્તૃત કરવાનો ઉદ્દેશ છે.
VENUS GROUPએ ‘Venus Atlantis’, ‘Stratum at Venus Grounds’ અને ‘Pashmina’ જેવા પ્રોજેક્ટ્સ દ્વારા અમદાવાદના નિર્માણ ક્ષેત્રે પોતાની ઓળખ સ્થાપિત કરી છે. હાલમાં ‘The Planet’, ‘Deshna’ અને ‘The Universe’ જેવા અત્યાધુનિક અને ભવિષ્યદર્શી પ્રોજેક્ટ્સ દ્વારા ગ્રૂપ અમદાવાદના અર્બન ડેવલપમેન્ટને નવી દિશા આપી રહ્યું છે.
‘Live it Now’ પહેલ દ્વારા VENUS GROUPનો સંદેશ સ્પષ્ટ છે કે વિકાસ માત્ર ભવ્ય ઇમારતોના નિર્માણ પૂરતો સીમિત નથી, પરંતુ માનવીય મૂલ્યો અને લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો પણ છે. ગ્રૂપના અભિગમ મુજબ સમૃદ્ધ આવતીકાલની શરૂઆત આજે ઊભી કરવામાં આવતી નાની-નાની તકોમાંથી જ થાય છે. VNI NEWS, VENUS GROUP, Live it Now, Social Initiative, Education Support, Ahmedabad, Gujarat, CSR, Social Responsibility, Children Education, Real Estate, VNINews, VNINews.com

VENUS GROUP Live it Now, VENUS GROUP social initiative, Live it Now education support, VENUS GROUP CSR initiative, children education support Ahmedabad

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *