~Ahmedabad District Coordination Committee meeting reviewed urban and rural civic issues, with officials directed to take timely action and resolve public infrastructure concerns.

Ahmedabad, Gujarat, Sep 19 (VNI): અમદાવાદ કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ ભવ્ય વર્માના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં વિવિધ વિભાગોને લગતા પ્રશ્નોની સમીક્ષા કરી, પ્રાથમિકતાના ધોરણે સત્વરે હકારાત્મક નિરાકરણ લાવવા સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
બેઠકમાં શહેરી વિસ્તારના જનસેવા કેન્દ્ર, રેલવે સંબંધિત પ્રશ્નો, સૂચિત સોસાયટી, ટ્રાફિક, દબાણ, કાયદો અને વ્યવસ્થા, ગૌચરની જમીન, નવા સ્પોર્ટ્સ સંકુલના નિર્માણ માટે જગ્યાની ફાળવણી, ખાલી સરકારી જમીન પર વૃક્ષારોપણ, સ્મશાન માટે જમીન ફાળવણી તેમજ જૂની અને નવી પોસ્ટ ઓફિસને લગતા પ્રશ્નો સહિતના વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી અને હકારાત્મક નિરાકરણ માટે જરૂરી કાર્યવાહી અંગે સૂચનાઓ આપવામાં આવી હતી.
ગ્રામ્ય વિસ્તારના પ્રશ્નોમાં મુનસર તળાવની સફાઈ, રોડ રિસરફેસિંગ, ગટર સફાઈ, નદીમાંથી કાંપ કાઢી તેને ઊંડી કરવાની કામગીરી, વરસાદી પાણીના નિકાલ, નર્મદા કેનાલના પીવાના તથા સિંચાઈના પાણીના પ્રશ્નો અને થૂલેટા ડેમના પાળા તથા દીવાલ બનાવવાની કામગીરી અંગે ચર્ચા થઈ હતી. આ ઉપરાંત નવા પોસ્ટલ પિનકોડની ફાળવણી, જાહેર આરોગ્ય, નવા મેડિકલ સ્ટાફની ફાળવણી, વીજળી અને વન કવચની કામગીરી સહિતના વિવિધ પ્રાથમિક અને માળખાકીય સુવિધાઓના પ્રશ્નો અંગે પણ સંબંધિત અધિકારીઓને ઉકેલ લાવવા સૂચના અપાઈ હતી.
જિલ્લા કલેક્ટર ભવ્ય વર્માએ સંબંધિત અધિકારીઓને સંકલન બેઠકમાં રજૂ થયેલા પ્રશ્નોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરી, ત્વરિત અને નિયમોનુસાર કાર્યવાહી કરવા જણાવ્યું હતું. તેમણે વિવિધ વિભાગો વચ્ચે જરૂરી સંકલન જાળવીને પ્રશ્નોના સમયસર નિરાકરણ માટે કાર્યવાહી કરવા પર ભાર મૂક્યો હતો.
બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ સૂરજિતસિંહ ગોહિલ, ધારાસભ્યો હર્ષદ પટેલ, કૌશિક જૈન, અમિત ઠાકર, હસમુખ પટેલ, અમિત શાહ, દિનેશસિંહ કુશવાહ, પાયલ કુકરાણી, અમૂલ ભટ્ટ, હાર્દિક પટેલ, કિરીટસિંહ ડાભી, ઇમરાન ખેડાવાલા તેમજ જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે, જિલ્લા પોલીસ અધિક્ષક ઓમપ્રકાશ જાટ, અમદાવાદ શહેરના પોલીસ અધિકારીઓ, નિવાસી અધિક કલેક્ટર ભાવિન સાગર સહિત સંકલન સમિતિ સાથે સંકળાયેલા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. VNI NEWS, Ahmedabad District Coordination Committee, Bhavya Verma, Ahmedabad Collector, Gujarat Administration, District Coordination Meeting, Civic Issues, Public Infrastructure, Ahmedabad District Coordination Committee, Bhavya Verma Ahmedabad Collector, Ahmedabad civic issues, district coordination meeting, VNINews, VNINews.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *