~Gujarat’s life insurance market saw rising participation from women and customers aged 36 and above, with premium collection increasing significantly between FY21 and FY25.

Ahmedabad, Gujarat, Sep 29 (VNI): ઈન્સ્યોરન્સ ઈન્ફોર્મેશન બ્યુરો ઓફ ઈન્ડિયા (IIB) દ્વારા નાણાકીય વર્ષ 2020-21થી 2024-25ના જીવન વીમા વ્યવસાયના આંકડાઓના વિશ્લેષણ અનુસાર, ગુજરાતમાં જીવન વીમાની સ્વીકાર્યતા અને પહોંચમાં સતત વધારો થયો છે. ખાસ કરીને મહિલાઓ તેમજ 36 વર્ષ અને તેથી વધુ વયના ગ્રાહકોનો જીવન વીમામાં ફાળો નોંધપાત્ર રીતે વધ્યો છે.

IIBના વિશ્લેષણ મુજબ, ગુજરાતમાં વાર્ષિક પ્રીમિયમ કલેક્શન FY21માં રૂ. 36,175 કરોડથી વધીને FY25માં રૂ. 50,425 કરોડ થયું છે, જે લગભગ 40 ટકાનો વધારો દર્શાવે છે. આ સમયગાળા દરમિયાન પોલિસીની સંખ્યા મોટા ભાગે સ્થિર રહી હોવા છતાં, રાજ્યમાં કુલ Sum Assured રૂ. 8.45 લાખ કરોડથી વધીને રૂ. 11.83 લાખ કરોડ થયું છે. આ આંકડા દર્શાવે છે કે ગુજરાતમાં ગ્રાહકો વધુ મૂલ્યનું જીવન વીમા કવચ મેળવી રહ્યા છે.
જીવન વીમા બજારમાં મહિલાઓની ભાગીદારીમાં પણ સતત વધારો થયો છે. છેલ્લા પાંચ વર્ષમાં કુલ પોલિસીમાં મહિલાઓનો હિસ્સો 23.7 ટકાથી વધીને 25.2 ટકા થયો છે, જ્યારે Annualised Premiumમાં તેમનો હિસ્સો 25.5 ટકાથી વધીને 28.1 ટકા થયો છે. મહિલા પોલિસીધારકો દ્વારા યોગદાન આપવામાં આવેલા Annualised Premiumમાં આ સમયગાળા દરમિયાન 53.7 ટકાનો વધારો નોંધાયો છે.
તે જ રીતે, 36 વર્ષ અને તેથી વધુ વયના ગ્રાહકોનો જીવન વીમા પ્રીમિયમમાં નોંધપાત્ર ફાળો રહ્યો છે. FY25માં આ વય જૂથના ગ્રાહકોએ ગુજરાતના કુલ Annualised Premiumમાં 49.4 ટકાનો હિસ્સો આપ્યો હતો, જ્યારે પોલિસીની સંખ્યામાં તેમનો હિસ્સો 34.2 ટકા રહ્યો હતો. 45 વર્ષથી વધુ વયના ગ્રાહકોના Annualised Premiumમાં છેલ્લા પાંચ વર્ષમાં 59.4 ટકાનો વધારો થયો છે. FY25માં કુલ Annualised Premiumમાં તેમનો હિસ્સો 22.8 ટકા અને પોલિસીની સંખ્યામાં 11.7 ટકા રહ્યો હતો.
કમલેશ રાવ, ચેરપર્સન, ઈન્સ્યોરન્સ અવેરનેસ કમિટી – લાઈફ (IAC-Life)એ જણાવ્યું હતું કે, “ગુજરાતની પ્રગતિ દર્શાવે છે કે પરિવારો અને વ્યવસાયો નાણાકીય સુરક્ષાને વધુ મહત્વ આપી રહ્યા છે. ભારતના ગતિશીલ આર્થિક કેન્દ્રોમાંના એક તરીકે ગુજરાતે દર્શાવ્યું છે કે જાગૃતિ અભિયાનો અને મજબૂત વિતરણ વ્યવસ્થા લાખો પરિવારો માટે વધુ સારી નાણાકીય સુરક્ષા ઊભી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. ખાસ કરીને મહિલાઓનો વધતો ફાળો પ્રોત્સાહક છે. અમે હંમેશા માનીએ છીએ કે ભારતના આર્થિક વિકાસ અને સામાજિક પરિવર્તનમાં મહિલાઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.”
અભ્યાસમાં ULIPs અને ટર્મ ઈન્સ્યોરન્સની માંગમાં પણ વધારો નોંધાયો છે. FY25માં ULIPsનો કુલ Annualised Premiumમાં 23.6 ટકા હિસ્સો રહ્યો હતો, જ્યારે પોલિસીની સંખ્યામાં તેમનો હિસ્સો 6.0 ટકા હતો. FY21થી FY25 દરમિયાન ULIP પ્રીમિયમમાં 53.5 ટકાનો વધારો થયો. આ જ સમયગાળા દરમિયાન ટર્મ ઈન્સ્યોરન્સની પોલિસીની સંખ્યામાં 7.5 ટકા અને Annualised Premiumમાં 53.4 ટકાનો વધારો થયો હતો.
IIBના અભ્યાસમાં દેશભરના તમામ રાજ્યો અને જિલ્લાઓમાં વિવિધ વય જૂથો, લિંગ અને વ્યવસાયિક વર્ગોના ગ્રાહકોના જીવન વીમા વ્યવસાયનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. અભ્યાસમાં ખરીદવામાં આવેલી પોલિસીની સંખ્યા, Annualised Premium અને Sum Assured જેવા મુખ્ય માપદંડોને ધ્યાનમાં લેવામાં આવ્યા છે.
અભ્યાસના તારણો દર્શાવે છે કે નિર્ધારિત સમયગાળા દરમિયાન ભારતીય ગ્રાહકોમાં વધુ જીવન વીમા કવચ મેળવવાનું વલણ જોવા મળ્યું છે. રાજ્યવાર આંકડાઓ વિવિધ પ્રદેશોમાં જીવન વીમાની ખરીદી અને સ્વીકાર્યતાના બદલાતા વલણ અંગે માહિતી પ્રદાન કરે છે. વધુને વધુ લોકો પોતાના અને પરિવારના ભવિષ્યને નાણાકીય રીતે સુરક્ષિત કરવા માટે જીવન વીમાને મહત્વ આપી રહ્યા છે. VNI NEWS, Gujarat Life Insurance, IIB, Life Insurance, Women Policyholders, Annualised Premium, ULIP, Term Insurance, Insurance Awareness, Gujarat life insurance, women in life insurance, 36 years and above customers, IIB life insurance data, VNINews, VNINews.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *