~Reliance Jio’s wireless subscriber base in Gujarat reached 3.41 crore in August 2026, with a 46.18% market share, according to TRAI data.
Ahmedabad, Gujarat, Sep 30 (VNI): ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)ના ઑગસ્ટ-2026ના આંકડા અનુસાર, ગુજરાત સર્કલમાં રિલાયન્સ જિયો ઈન્ફોકોમ લિમિટેડ (જિયો)ના વાયરલેસ ગ્રાહકોની સંખ્યા 3.41 કરોડ થઈ છે અને રાજ્યના વાયરલેસ બજારમાં જિયોનો હિસ્સો 46.18 ટકા નોંધાયો છે. ઑગસ્ટ દરમિયાન જિયોએ 2.11 લાખ નવા ગ્રાહકો ઉમેર્યા હતા અને નવા વાયરલેસ ગ્રાહકો ઉમેરવામાં ગુજરાત સર્કલમાં પ્રથમ ક્રમે રહ્યું હતું.
ઑગસ્ટ-2026માં ગુજરાતમાં જિયોનો VLR રેશિયો 101.35 ટકા નોંધાયો હતો, જે મુજબ આશરે 3.45 કરોડ સક્રિય મોબાઇલ ગ્રાહકો હતા. TRAIની પદ્ધતિ મુજબ 100 ટકાથી વધુ VLR રેશિયો માન્ય છે, જેમાં અન્ય ટેલિકોમ સર્કલમાંથી ગુજરાતમાં આવેલા ગ્રાહકો (ઇનબાઉન્ડ રોમર્સ)નો પણ સમાવેશ થાય છે.
વાયરલાઇન ક્ષેત્રે પણ જિયોએ અગ્રણી સ્થાન જાળવી રાખ્યું છે. ઑગસ્ટ-2026ના અંતે જિયાનો વાયરલાઇન ગ્રાહક આધાર 9.43 લાખ થયો હતો, જે ગુજરાતના વાયરલાઇન બજારમાં 49.81 ટકા હિસ્સો ધરાવે છે. ઑગસ્ટ દરમિયાન જિયોએ 6,993 નવા વાયરલાઇન જોડાણો ઉમેર્યા હતા અને નવા જોડાણો ઉમેરવામાં ગુજરાત સર્કલમાં પ્રથમ ક્રમ હાંસલ કર્યો હતો.
ફિક્સ્ડ વાયરલેસ ક્ષેત્રે પણ જિયોના ગ્રાહક આધારમાં વધારો નોંધાયો છે. ગુજરાતમાં જિયાનો 5G FWA (ફિક્સ્ડ વાયરલેસ ઍક્સેસ) ગ્રાહક આધાર 4.87 લાખ થયો છે અને ઑગસ્ટમાં 6,054 નવા જોડાણો ઉમેરાયા હતા. જ્યારે UBR FWA ક્ષેત્રમાં ઑગસ્ટ દરમિયાન 16,540 નવા જોડાણો ઉમેરાતા કુલ ગ્રાહક આધાર 3.67 લાખ થયો છે.
આમ, TRAIના ઑગસ્ટ-2026ના આંકડા મુજબ ગુજરાતના વાયરલાઇન ક્ષેત્રમાં જિયાનો અગ્રણી હિસ્સો યથાવત્ રહ્યો છે. સાથે જ વાયરલેસ અને ફિક્સ્ડ વાયરલેસ ક્ષેત્રોમાં પણ જિયાએ મજબૂત સ્થિતિ જાળવી રાખી છે. VNI NEWS, Reliance Jio, Jio Gujarat, TRAI, Gujarat Telecom, Wireless Subscribers, VLR Ratio, 5G FWA, UBR FWA, Wireline Subscribers, Jio wireless subscribers Gujarat, Jio Gujarat August 2026, TRAI telecom data, Jio market share Gujarat, VNINews, VNINews.com
