~Young author Vanshika Kankaria launched her book ‘Before Your Yes’ at Ahmedabad International Book Festival 2026, exploring marriage, partner selection and relationships.
Ahmedabad, Gujarat, Oct 26 (VNI): અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2026 દરમિયાન યુવા લેખિકા વંશિકા કાંકરિયાના પુસ્તક ‘Before Your Yes’નું સોમવારે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે આવેલા ડોમ 02માં લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. લગ્ન, જીવનસાથીની પસંદગી અને સંબંધો સાથે જોડાયેલા વિવિધ પ્રશ્નો પર આધારિત આ પુસ્તક યુવાનોને લગ્નજીવન અંગે વિચારપૂર્વક નિર્ણય લેવા માટે પ્રેરિત કરવાના હેતુથી રજૂ કરવામાં આવ્યું છે.
પુસ્તકના લોન્ચિંગ પ્રસંગે લેખક, વક્તા અને કોલમિસ્ટ અભિમન્યુ મોદી વિશેષ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં લગ્ન માટેનું સામાજિક દબાણ, વારંવાર મળતાં લગ્નનાં માગાં, યોગ્ય જીવનસાથીની પસંદગી અને લગ્ન પહેલાં મનમાં ઊઠતા પ્રશ્નો જેવા વિષયો પર ખુલ્લા સંવાદ માટેનો અવસર ઊભો કરવામાં આવ્યો હતો.
‘Before Your Yes’ દ્વારા લગ્ન અને સંબંધો અંગેના પરંપરાગત વિચારોની સાથે વ્યક્તિગત પસંદગી, સમજણ અને યોગ્ય નિર્ણયના મહત્ત્વ જેવા મુદ્દાઓ પર ચર્ચાને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પુસ્તકના માધ્યમથી યુવાનોને લગ્ન અંગેના પોતાના વિચારો, અનુભવો અને મૂંઝવણો અંગે મુક્તપણે વિચારવા માટે પ્રેરણા મળે તેવો આશય છે.
લોન્ચિંગ કાર્યક્રમને સંવાદપૂર્ણ અને આનંદદાયક બનાવવા માટે ગપસપ, મનોરંજક રમતો, ફોટોગ્રાફી અને પુસ્તકપ્રેમીઓ સાથે મુલાકાત જેવી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં પુસ્તક અને સંબંધો સંબંધિત વિષયોને રસપ્રદ રીતે રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. VNI NEWS,
Focus Keywords: વંશિકા કાંકરિયા, Before Your Yes પુસ્તક, પુસ્તક લોન્ચિંગ અમદાવાદ, Ahmedabad International Book Festival 2026, અભિમન્યુ મોદી, લગ્ન અને સંબંધો, Vanshika Kankaria, Before Your Yes, Abhimanyu Modi, Ahmedabad International Book Festival 2026, Book Launch, Marriage and Relationships, Sabarmati Riverfront Event Centre, Ahmedabad Events, VNINews, VNINews.com
