~Gujarat University appoints building in-charges for around 60 buildings and launches a high-tech Android app for faster complaint resolution, campus safety and improved facilities.
Ahmedabad, Gujarat, Oct 30 (VNI) : ગુજરાત યુનિવર્સિટીએ કેમ્પસના સર્વાંગી વિકાસ, સુરક્ષા અને સુવિધાઓના સુચારુ સંચાલન માટે એક મહત્ત્વપૂર્ણ પહેલ કરી છે. યુનિવર્સિટી દ્વારા કેમ્પસમાં આવેલા આશરે ૬૦ ભવનો માટે સમર્પિત ‘બિલ્ડિંગ ઇન્ચાર્જ’ની નિમણૂક કરવાની સાથે ફરિયાદોના ઝડપી નિવારણ માટે અત્યાધુનિક એન્ડ્રોઇડ એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવી છે.
ગુજરાત યુનિવર્સિટી તરફથી શુક્રવારે જણાવ્યા મુજબ, શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે અગ્રેસર યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને કર્મચારીઓની સુખાકારીને ધ્યાનમાં રાખીને કેમ્પસ વ્યવસ્થાપનને વધુ સઘન, પારદર્શક અને આધુનિક બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ નવી વ્યવસ્થા હેઠળ યુનિવર્સિટી પરિસરના આશરે ૬૦ ભવનો માટે ખાસ જવાબદાર અધિકારીઓ અથવા પ્રોફેસરોને ‘બિલ્ડિંગ ઇન્ચાર્જ’ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ પોતપોતાના ભવનની સુરક્ષા, સલામતી, સ્વચ્છતા, મરામત, અપગ્રેડેશન અને રિનોવેશન સહિતનાં કાર્યોની સીધી દેખરેખ રાખશે.
આ ઉપરાંત, યુનિવર્સિટીએ એક ખાસ હાઇ-ટેક એન્ડ્રોઇડ એપ્લિકેશન વિકસાવી છે, જેના માધ્યમથી વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વહીવટી કર્મચારીઓ સફાઈ, વીજળી, સિવિલ વર્ક, લિફ્ટ, પાણી, ફર્નિચર તેમજ મરામત અને અપગ્રેડેશન સંબંધિત ફરિયાદો સરળતાથી નોંધાવી શકશે. આ ડિજિટલ સુવિધાને કારણે હવે નાની-મોટી સમસ્યાઓના નિરાકરણ માટે વિવિધ કચેરીઓના વારંવાર ધક્કા ખાવાની જરૂર રહેશે નહીં.
એપ્લિકેશન દ્વારા નોંધાયેલી ફરિયાદોનું મોનિટરિંગ અત્યાધુનિક ‘ડાયનેમિક ડેશબોર્ડ’ મારફતે કરવામાં આવશે. ફરિયાદ નોંધાતાની સાથે જ તે સંબંધિત એજન્સી અથવા વિભાગ સુધી પહોંચશે. યુનિવર્સિટી પ્રશાસન દ્વારા દરેક ફરિયાદનું નિર્ધારિત સમયમર્યાદામાં ઝડપી અને સંતોષકારક નિરાકરણ થાય તેની દેખરેખ રાખવામાં આવશે. આ વ્યવસ્થાથી ફરિયાદ નિવારણની પ્રક્રિયામાં પારદર્શિતા અને જવાબદારી વધવાની અપેક્ષા છે.
આ યોજનામાં માત્ર શૈક્ષણિક ભવનો જ નહીં, પરંતુ સમગ્ર યુનિવર્સિટી કેમ્પસ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને તમામ હોસ્ટેલ્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટીની આ પહેલથી કેમ્પસમાં સ્વચ્છતા, સુરક્ષા, શિસ્ત અને આધુનિક સુવિધાઓનું વધુ સુવ્યવસ્થિત વાતાવરણ ઊભું થવાની સાથે વિદ્યાર્થીઓ અને કર્મચારીઓને વધુ સુવિધાજનક માહોલ મળશે. VNI NEWS, Gujarat University, Building Incharge, High-Tech Android App, Gujarat University Campus, Digital Complaint Management, Gujarat University, Ahmedabad, Building Incharge, Android App, Campus Development, Campus Security, Digital Complaint Management, Dynamic Dashboard, Higher Education, Gujarat Education, VNINews, VNINews.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *