~BK Shivani Didi will address a free spiritual programme in Gandhinagar on November 29, 2026, on transforming the world through values and positive change.
Gandhinagar, Gujarat, Oct 31 (VNI) : પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા ગાંધીનગરના રંગમંચ, સેક્ટર-૨૮ ખાતે રવિવાર, ૨૯ નવેમ્બર ૨૦૨૬ના રોજ સાંજે ૫ વાગ્યે જાણીતા આંતરરાષ્ટ્રીય મોટિવેશનલ સ્પીકર બી.કે. શિવાની દીદીના આધ્યાત્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ‘નયે વર્ષ મેં સંસ્કાર પરિવર્તન સે સંસાર પરિવર્તન’ વિષય પર યોજાનારા આ કાર્યક્રમમાં શિવાની દીદી જીવનમાં સકારાત્મક પરિવર્તન અને આધ્યાત્મિક ચિંતન અંગે માર્ગદર્શન આપશે.
બી.કે. ભરતભાઈ શાહે આજે અહીં જણાવ્યું હતું કે શિવાની દીદીના કાર્યક્રમો દેશ-વિદેશમાં એકથી બે વર્ષ અગાઉથી જ નિર્ધારિત થઈ જતા હોય છે. તેમ છતાં બ્રહ્માકુમારી સેક્ટર-૨૮ સેવાકેન્દ્રનાં પ્રભારી રાજયોગીની કૈલાશ દીદીના વિશેષ પ્રયાસોથી ગાંધીનગરમાં શિવાની દીદીને રૂબરૂ સાંભળવાનો આ સુવર્ણ અવસર પ્રાપ્ત થયો છે. આ કાર્યક્રમના આયોજનમાં ચિલોડા સેવાકેન્દ્રનાં પ્રભારી બી.કે. તારાબેન, ઉર્જાનગર-૧નાં પ્રભારી બી.કે. રંજનબેન, સેક્ટર-૨/સીનાં પ્રભારી બી.કે. ભાવનાબેન, સરગાસણનાં પ્રભારી બી.કે. મેઘાબેન, સેક્ટર-૫/એનાં પ્રભારી બી.કે. તૃષાબેન, કુડાસણનાં પ્રભારી બી.કે. ખુશ્બુબેન, સરગાસણ-૨નાં પ્રભારી બી.કે. સેજલબેન અને સરઢવનાં પ્રભારી બી.કે. જુગનુબેનનો પણ મહત્વપૂર્ણ સહયોગ મળ્યો છે.
આજના વ્યસ્ત જીવનમાં ઉચ્ચ હોદ્દા અને મોટી જવાબદારીઓ સંભાળતા અનેક લોકો સમયના અભાવે પણ સવારે ઊઠતાંની સાથે અથવા રાત્રે સૂતાં પહેલાં શિવાની દીદીના વીડિયો, શોર્ટ્સ અને સ્લોગન્સ નિયમિત રીતે નિહાળે છે. તેમના આધ્યાત્મિક વિચારો અને હૃદયસ્પર્શી સંદેશાઓ જીવનની વિવિધ સમસ્યાઓનો સહજ ઉકેલ મેળવવામાં મદદરૂપ બને છે. આવા લોકો માટે હવે પોતાના જ ગાંધીનગરમાં શિવાની દીદીને રૂબરૂ સાંભળવાનો સુંદર અવસર ઉપલબ્ધ થયો છે.
આ કાર્યક્રમ નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે. કાર્યક્રમ સ્થળ રંગમંચ, સેક્ટર-૨૮, ગાંધીનગરની બેઠક ક્ષમતા મર્યાદિત હોવાથી વહેલા તે પહેલાંના ધોરણે રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. આયોજકોએ રસ ધરાવતા લોકોને વિના વિલંબે આપવામાં આવેલી લિંક મારફતે પોતાનું નામ નોંધાવવા અપીલ કરી છે. એક જ મોબાઇલ નંબર પરથી એક કરતાં વધુ વ્યક્તિઓનાં અલગ-અલગ નામે રજિસ્ટ્રેશન કરાવી શકાશે.  VNI NEWS, બી.કે. શિવાની દીદી ગાંધીનગર, શિવાની દીદી આધ્યાત્મિક કાર્યક્રમ, બ્રહ્માકુમારી ગાંધીનગર, રંગમંચ સેક્ટર ૨૮, સંસ્કાર પરિવર્તન સે સંસાર પરિવર્તન, BK Shivani Didi, Brahma Kumaris, Gandhinagar, Spiritual Programme, Rajyogini Kailash Didi, Rangmanch Sector 28, Spiritual Motivation, Sanskar Parivartan, VNINews, VNINews.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *