~Padma Shri Bhawana Somaaya interacted with author Manisha Sharma at Ahmedabad National Book Fair, discussing cinema, literature and her celebrated books.
Ahmedabad, Gujarat, Oct 31 (VNI) : અમદાવાદ નેશનલ બુક ફેર ખાતે આજે સાંજે 4થી 5 વાગ્યા દરમિયાન જાણીતા લેખિકા, ફિલ્મ સમીક્ષક અને પદ્મશ્રી ભાવના સોમૈયા સાથે ટીવી ફિલ્મ મેકર તથા ‘એચિવર્સ ઇન્ટરવ્યૂ’ બુક સિરીઝ ‘હેલો ગુજરાત’ના લેખિકા મનીષા શર્માનો વિશેષ વાર્તાલાપ યોજાયો હતો. સાહિત્ય અને સિનેમાના રસિકોએ આ સંવાદનો આનંદ માણ્યો હતો.
ભાવના સોમૈયા ભારતીય સિનેમાના જાણીતા લેખિકા અને ફિલ્મ ઇતિહાસકાર છે. તેમણે ‘અમિતાભ બચ્ચન – ધ લેજન્ડ’, ‘સલામ બોલિવૂડ’ અને ‘સિનેમા – ઇમેજીસ એન્ડ ઇસ્યુઝ’ સહિત 20થી વધુ પુસ્તકોનું લેખન કર્યું છે. ભારતીય ફિલ્મ જગતના ઇતિહાસ, કલાકારોના જીવન અને સિનેમાના વિવિધ પાસાઓ પર તેમના લેખનને વિશેષ ઓળખ મળી છે.
વાર્તાલાપ દરમિયાન મનીષા શર્માએ ભાવના સોમૈયા સાથે તેમના સાહિત્યિક પ્રવાસ, ફિલ્મ લેખન, ભારતીય સિનેમાના અનુભવો અને પુસ્તકોની રચના અંગે સંવાદ કર્યો હતો. સિનેમા અને સાહિત્ય વચ્ચેના સંબંધો તથા લેખન ક્ષેત્રે તેમના લાંબા અનુભવને જાણવાની તક ઉપસ્થિતોને મળી હતી.
અમદાવાદ નેશનલ બુક ફેરમાં યોજાયેલા આ સંવાદે પુસ્તકપ્રેમીઓ અને સિનેમાના રસિકોને એક જાણીતી લેખિકા સાથે સીધો સંવાદ સાધવાનો અવસર પૂરો પાડ્યો હતો. સાહિત્ય અને સિનેમાના સંમિશ્રણથી કાર્યક્રમમાં વિશેષ આકર્ષણ સર્જાયું હતું. VNI NEWS, ભાવના સોમૈયા, મનીષા શર્મા, અમદાવાદ નેશનલ બુક ફેર, પદ્મશ્રી ભાવના સોમૈયા, Hello Gujarat, ભારતીય સિનેમા, પુસ્તક મેળો અમદાવાદ, Bhawana Somaaya, Manisha Sharma, Ahmedabad National Book Fair, Padma Shri, Hello Gujarat, Indian Cinema, Book Fair, Literature, VNINews, VNINews.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *