~G.T. Pandya takes charge as Gujarat Information Director in Gandhinagar, bringing extensive administrative experience and a strong focus on public welfare communication.
Gandhinagar, Gujarat, Nov 02 (VNI) : ગુજરાતમાં ભારતીય વહીવટી સેવા (IAS)ના વરિષ્ઠ અધિકારી જી.ટી. પંડ્યાએ સોમવારે માહિતી નિયામક તરીકે પદભાર સંભાળ્યો હતો.
પદભાર સંભાળ્યા બાદ શ્રી પંડ્યાએ ગાંધીનગર ખાતે અધિક માહિતી નિયામક ડૉ. સંજય કચોટ સહિત માહિતી વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી પરિચય કેળવ્યો હતો. આ પ્રસંગે તેમણે સૌ અધિકારીઓને ટીમ ભાવનાથી કામગીરી કરવા અનુરોધ કર્યો હતો.
શ્રી પંડ્યાએ માહિતી નિયામક કચેરીની કામગીરી અંગે જાણકારી મેળવી હતી. રાજ્ય અને કેન્દ્ર સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે પ્રચાર-પ્રસારની કામગીરી વધુ અસરકારક બનાવવા અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.
માહિતી નિયામકનો ચાર્જ સંભાળતા અગાઉ શ્રી જી.ટી. પંડ્યા રાજ્યના શિક્ષણ વિભાગમાં અધિક સચિવ તરીકે કાર્યરત હતા. તેઓ મોરબી અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કલેક્ટર તેમજ રાજકોટ જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે સેવા આપી ચૂક્યા છે. વહીવટી ક્ષેત્રે લાંબો અને સમૃદ્ધ અનુભવ ધરાવતા શ્રી પંડ્યા ભારતીય વહીવટી સેવા (IAS)ની વર્ષ 2011ની બેચના અધિકારી છે.
15 મે, 1972ના રોજ જન્મેલા શ્રી પંડ્યાએ માઇનિંગ એન્જિનિયરિંગમાં બી.ટેક.ની પદવી પ્રાપ્ત કરી છે. તેમણે સરકારમાં વિવિધ મહત્વપૂર્ણ પદો પર રહી સેવાઓ આપી છે. સ્વસ્થ ભારત અને ઈ-ઔષધિ પ્રોજેક્ટ માટે તેમને પ્રતિષ્ઠિત સ્કોચ પુરસ્કાર પણ પ્રાપ્ત થયો છે. VNI NEWS, G T Pandya, Gujarat Information Director, Gujarat Information Department, IAS Officer, Gandhinagar, Gujarat Government, G T Pandya, Gujarat Information Director, Information Department Gujarat, IAS Officer, Gandhinagar, Gujarat Government, Administrative Appointment, Public Welfare Schemes, VNINews, VNINews.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *