~Sanjay Raval and author Yuvraj Pokharna shared insights on reading habits, Gujarati language and the importance of books at Ahmedabad International Book Festival 2026.
Ahmedabad, Gujarat, Nov 02 (VNI) : અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ-2026 અંતર્ગત સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે ‘પાવર ઓફ રીડિંગ’ વિષય પર પ્રેરણાદાયી સેશન યોજાયું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયા દ્વારા આયોજિત નવ દિવસીય પુસ્તક મેળાના મુખ્ય સ્ટેજ પર યોજાયેલા આ સેશનમાં જાણીતા લેખક યુવરાજ પોખરણા અને મોટિવેશનલ સ્પીકર સંજય રાવલે વાંચનનું મહત્વ, ડિજિટલ યુગમાં બદલાતી વાંચનની ટેવો અને માતૃભાષા સાથેના જોડાણ અંગે વિચારો રજૂ કર્યા હતા.
સાંજે 7:30થી 10:00 કલાક દરમિયાન યોજાયેલા સેશનમાં સંજય રાવલે વાંચનની ગહન અસરો અંગે વાત કરતાં ધાર્મિક અને આધ્યાત્મિક ગ્રંથો ઉપરાંત તેના પર વિવિધ વિચારકો દ્વારા કરવામાં આવેલા વિચાર-વિમર્શનું વાંચન કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, “માત્ર ગીતા વાંચવાને બદલે લોકમાન્ય તિલક કે ઓશોએ ગીતા વિશે શું કહ્યું છે તે પણ વાંચવું જોઈએ અને તેમાંથી આપણું પોતાનું સત્ય શોધવું જોઈએ. પુસ્તકો વાંચવાથી માણસ પોતાની અંદર રહેલા ઈશ્વર, રુહ અને આત્મા સાથે કનેક્ટ થાય છે.”
ગુજરાતી ભાષા અને વાંચનના મહત્વ અંગે સંજય રાવલે જણાવ્યું હતું કે, “પાવર ઓફ રીડિંગ અને ગુજરાતી ભાષા હંમેશાં જીવંત રહેવાના છે.” પુસ્તક મેળા જેવા આયોજનો દ્વારા મોટી સંખ્યામાં પુસ્તકો લોકો સુધી પહોંચે અને નવી પેઢી વાંચન સાથે જોડાય તેવા પ્રયાસોને તેમણે સરાહનીય ગણાવ્યા હતા.
માતૃભાષા અને માતૃભૂમિ સાથેના જોડાણને જીવનમાં મહત્વપૂર્ણ ગણાવતા સંજય રાવલે કહ્યું હતું કે, “જે વ્યક્તિ પોતાની માતૃભાષા અને માતૃભૂમિ માટે જીવે છે, તે જીવનમાં ક્યારેય દુઃખી થતી નથી.” તેમના આ સંદેશે ભાષા, સંસ્કૃતિ અને વતન પ્રત્યેના પ્રેમનું મહત્વ ઉજાગર કર્યું હતું.
અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ-2026ના આ સેશનમાં ઉપસ્થિત પુસ્તકપ્રેમીઓએ બંને વક્તાઓના વિચારોને રસપૂર્વક સાંભળ્યા હતા. ડિજિટલ યુગમાં વાંચનની ટેવ વિકસાવવા, પુસ્તકો સાથેનું જોડાણ જાળવી રાખવા અને ગુજરાતી ભાષાને જીવંત રાખવા અંગેનો આ સેશન મુલાકાતીઓ માટે પ્રેરણાદાયી રહ્યો હતો. VNI NEWS, Ahmedabad International Book Festival 2026, Sanjay Raval, Power of Reading, Yuvraj Pokharna, Gujarati Language, Reading Habits, Ahmedabad International Book Festival, Sanjay Raval, Yuvraj Pokharna, Power of Reading, National Book Trust India, Ahmedabad Municipal Corporation, Gujarati Literature, Reading Habits, VNINews, VNINews.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *