~GTU School of Management Studies ખાતે BBA બેચ 2026–2030 માટે ‘અભિગમ–2026’ ચાર દિવસીય ઓરિએન્ટેશન કાર્યક્રમનો પ્રારંભ, જેમાં પ્રેરણાદાયી વ્યાખ્યાનો અને વિદ્યાર્થીકેન્દ્રિત પ્રવૃત્તિઓનું આયોજન.

Ahmedabad, Gujarat, July 15 (VNI): ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU)ની સ્કૂલ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ (GSMS) ખાતે BBA બેચ 2026–2030ના નવા પ્રવેશિત વિદ્યાર્થીઓ માટે ચાર દિવસીય ‘અભિગમ–2026’ ઓરિએન્ટેશન કાર્યક્રમનો શુભ પ્રારંભ કરવામાં આવ્યો છે.

14થી 17 જુલાઈ, 2026 દરમિયાન યોજાનારો આ કાર્યક્રમ વિદ્યાર્થીઓને યુનિવર્સિટીના શૈક્ષણિક માહોલ, અભ્યાસક્રમ, સંસ્થાકીય મૂલ્યો અને કેમ્પસની વિવિધ સુવિધાઓથી પરિચિત કરાવવાનો છે.
કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે GSMSના ડિરેક્ટર ડૉ. રાજેશ જૈને વિદ્યાર્થીઓનું સ્વાગત કરી તેમને ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી દ્વારા ઉપલબ્ધ શૈક્ષણિક, વ્યાવસાયિક તેમજ સહપાઠ્ય પ્રવૃત્તિઓનો મહત્તમ લાભ લેવા પ્રેરિત કર્યા. તેમણે વિદ્યાર્થીઓને તેમના શૈક્ષણિક જીવનની સફળ શરૂઆત માટે માર્ગદર્શન પણ આપ્યું.
ઓરિએન્ટેશન દરમિયાન Mecca Healthcare Pvt. Ltd. ના મેનેજિંગ ડિરેક્ટર રોહિત શર્મા તથા KRJ Solutions LLPના સ્થાપક અને CEO જ્વાનિલ જોષીએ પ્રેરણાદાયી વ્યાખ્યાનો આપ્યા. તેમણે નેતૃત્વ, ઉદ્યોગસાહસિકતા, નવીનતા અને કારકિર્દી વિકાસ જેવા વિષયો પર પોતાના અનુભવો શેર કરીને વિદ્યાર્થીઓને ભવિષ્યના પડકારોનો આત્મવિશ્વાસ સાથે સામનો કરવા પ્રેરિત કર્યા.

આ કાર્યક્રમનું આયોજન કુલપતિ ડૉ. રાજુલ કે. ગજ્જરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે. સ્કૂલ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝે કુલસચિવ ડૉ. કે. એન. ખેરના માર્ગદર્શન અને વહીવટી સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. 17 જુલાઈ સુધી ચાલનારા આ કાર્યક્રમમાં નિષ્ણાતોના વ્યાખ્યાનો, ઇન્ટરેક્ટિવ સત્રો, કેમ્પસ મુલાકાતો અને વિવિધ વિદ્યાર્થીકેન્દ્રિત પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે, જે નવા વિદ્યાર્થીઓના શૈક્ષણિક પ્રવાસ માટે મજબૂત પાયો પૂરું પાડશે. VNI NEWS, GTU, GSMS, Abhigam 2026, BBA Orientation, Gujarat Technological University, Ahmedabad, BBA, Orientation Programme, Ahmedabad, Gujarat, Higher Education, Students, Management Studies, VNINews VNINews.com

GTU, GSMS, Abhigam2026, BBA, Orientation, Ahmedabad, Gujarat, HigherEducation, Students, VNINews VNINews.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *