~Gujarat Governor Acharya Devvrat warmly welcomed Prime Minister Narendra Modi at Lok Bhavan in Gandhinagar and praised his leadership and vision for Viksit Bharat 2047.
Gandhinagar, Gujarat, Nov 13 (VNI) : ગુજરાતના પ્રવાસે આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે શ્રી દેવવ્રતે જણાવ્યું હતું કે શ્રી મોદીનો અતૂટ પરિશ્રમ, દૂરંદેશી નેતૃત્વ અને રાષ્ટ્રસેવા પ્રત્યેની નિષ્ઠા સૌના માટે પ્રેરણાનો સ્ત્રોત છે. તેમના નેતૃત્વમાં સમગ્ર વિશ્વમાં ભારતનું ગૌરવ અને પ્રતિષ્ઠા નવી ઊંચાઈએ પહોંચ્યાં છે.
રાજ્યપાલે વધુમાં જણાવ્યું હતું કે વર્ષ 2047 સુધીમાં વિકસિત અને આત્મનિર્ભર ભારતના નિર્માણનો પ્રધાનમંત્રીનો દૃઢ સંકલ્પ દેશના નાગરિકોમાં ‘રાષ્ટ્ર પ્રથમ’ની ભાવનાને વધુ મજબૂત બનાવી રહ્યો છે.
તેમણે ઉમેર્યું હતું કે પ્રધાનમંત્રીના માર્ગદર્શન હેઠળ ગુજરાત આજે દેશના વિકાસનું ગ્રોથ એન્જિન બનીને પ્રાકૃતિક કૃષિ, ઔદ્યોગિક પ્રગતિ અને જનકલ્યાણના ક્ષેત્રોમાં નવા કીર્તિમાન સ્થાપિત કરી રહ્યું છે. VNI NEWS, PM Narendra Modi, Acharya Devvrat, Lok Bhavan Gandhinagar, Gujarat Governor, Narendra Modi, Acharya Devvrat, Lok Bhavan, Gandhinagar, Gujarat Governor, Viksit Bharat 2047, Gujarat Development, VNINews, VNINews.com
