~BJP Gujarat organised a New Year gathering at Shri Kamalam, Gandhinagar, in the presence of Chief Minister Bhupendra Patel and senior party leaders.
Gandhinagar, Gujarat, Nov 16 (VNI) : ગાંધીનગરના કોબા સ્થિત ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે સોમવારે વિક્રમ સંવત 2083ના નૂતન વર્ષ નિમિત્તે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત ભાજપાના પ્રદેશ પ્રભારી તરુણ ચૂઘજી અને પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં પક્ષના આગેવાનો, પદાધિકારીઓ, કાર્યકર્તાઓ અને શુભેચ્છકોએ પરસ્પર નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી હતી.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, પ્રજાજનોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ભારતીય જનતા પાર્ટી પર મૂકેલા વિશ્વાસને વધુ મજબૂત બનાવવા નવા વર્ષમાં સૌએ સંકલ્પબદ્ધ થઈને કાર્ય કરવાનું છે. વડાપ્રધાનના નેતૃત્વમાં 50 કરોડથી વધુ લોકોને ગરીબી રેખામાંથી બહાર લાવવાની સિદ્ધિનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે, સરકારની દરેક જનકલ્યાણકારી યોજનાના કેન્દ્રમાં સામાન્ય નાગરિક છે અને કાર્યકર્તાઓએ આ યોજનાઓના લાભ ઘર-ઘર સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ’ના મંત્ર સાથે વિકસિત ભારત અને વિકસિત ગુજરાતના નિર્માણ માટે કાર્યકર્તાઓએ વધુ ઉત્સાહ અને સમર્પણથી કાર્ય કરવું જોઈએ.
પ્રદેશ પ્રભારી તરુણ ચૂઘજીએ નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવતાં જણાવ્યું હતું કે, દિવાળી અંધકાર સામે પ્રકાશ ફેલાવવાનો ઉત્સવ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં છેલ્લા 12 વર્ષ દરમિયાન કરોડો ગરીબ પરિવારોના જીવનમાં વિકાસની રોશની પહોંચી છે. તેમણે ચાર કરોડ ગરીબ પરિવારોને પાકાં આવાસ, 19 કરોડ ઘરો સુધી પીવાનું પાણી તથા રસોઈ ગેસ અને શૌચાલય જેવી પાયાની સુવિધાઓ પહોંચાડવાના પ્રયાસોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, દેશના સામાન્ય અને ગરીબ પરિવારોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાના સંકલ્પ સાથે સૌએ કાર્ય કરવું જોઈએ.
ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જાહેર જીવન અને રાષ્ટ્રસેવાનાં 25 વર્ષ પૂર્ણ થવા સાથે આ વર્ષ વિશેષ મહત્વ ધરાવે છે. ભાજપાનો કાર્યકર્તા સતત પ્રજાની વચ્ચે રહીને સરકારની જનકલ્યાણકારી યોજનાઓના લાભ લોકો સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આગામી 22 નવેમ્બરના રોજ રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો પર નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમો યોજાશે. નવા વર્ષમાં સંગઠન અને જનસંપર્કને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.
આ સ્નેહમિલન કાર્યક્રમમાં પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી, ભાજપાના રાષ્ટ્રીય મંત્રી રોહનભાઈ ગુપ્તા, પ્રદેશ મહામંત્રીઓ અનિરૂદ્ધભાઈ દવે, ડૉ. પ્રશાંતભાઈ કોરાટ, અજયભાઈ બ્રહ્મભટ્ટ અને હિતેન્દ્રસિંહ ચૌહાણ સહિત રાજ્ય સરકારના મંત્રીઓ, પ્રદેશ પદાધિકારીઓ, સાંસદો, ધારાસભ્યો, પક્ષના વરિષ્ઠ આગેવાનો, કાર્યકર્તાઓ અને શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. VNI NEWS, BJP Gujarat, BJP New Year Meet, Shri Kamalam Gandhinagar, Bhupendra Patel, Jagdish Vishwakarma, Tarun Chugh, BJP Gujarat, Shri Kamalam, Gandhinagar, Bhupendra Patel, Tarun Chugh, Jagdish Vishwakarma, New Year Gathering, Gujarat Politics, VNINews, VNINews.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *