~Gujarat ACB catches an Assistant Audit Officer in Jamnagar while allegedly accepting Rs 8 lakh bribe. The entire bribe amount was recovered.
Jamnagar, Gujarat, Nov 22 (VNI) : ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા જામનગરમાં સફળ લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમદાવાદના નવરંગપુરા સ્થિત ઓડિટ ભવનમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસર વિનસકુમાર અમરચંદ સાવરિયા (ઉં.વ. 44)ને રૂ. 8 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા. ACBએ લાંચની સંપૂર્ણ રૂ. 8 લાખની રકમ પણ રિકવર કરી છે. આ ટ્રેપ 22 નવેમ્બર, 2026ના રોજ કરવામાં આવ્યો હતો.
ACBની વિગતો અનુસાર, ફરિયાદી એક જાગૃત નાગરિક છે. ફરિયાદીના કાર્યાલયના મેનેજિંગ ડિરેક્ટરે વર્ષ 2024-25માં ભરેલા ઇન્કમટેક્સ રિટર્ન અંગેની ક્વેરીનું નિરાકરણ થઈ જતાં એસેસમેન્ટ ક્લોઝ કરવામાં આવ્યું હતું. આ ક્લોઝ થયેલા એસેસમેન્ટને ઓડિટ માટે ફરીથી રીઓપન નહીં કરવા માટે આરોપીએ ફરિયાદી પાસેથી રૂ. 8 લાખની લાંચની માંગણી કરી હોવાનો આક્ષેપ છે.
ફરિયાદી લાંચની રકમ આપવા ઇચ્છતા ન હોવાથી તેમણે ACBનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે ACB દ્વારા જામનગર-રાજકોટ હાઇવે પર ઇન્કમટેક્સ ઓફિસની બાજુમાં ત્રિમંદિર તરફ જવાના સાઇનબોર્ડ પાસે છટકું ગોઠવવામાં આવ્યું હતું.
આ દરમિયાન આરોપી વિનસકુમાર સાવરિયાએ પોતાની કારમાં ફરિયાદી સાથે વાતચીત કરી રૂ. 8 લાખની લાંચની માંગણી કરી હતી અને લાંચની રકમ સ્વીકારી હતી. પરિણામે ACBની ટીમે તેમને ઝડપી પાડ્યા હતા અને લાંચની માંગણી, સ્વીકારેલી તથા રિકવર કરેલી સંપૂર્ણ રૂ. 8 લાખની રકમ કબજે કરી હતી.
આ ટ્રેપની કામગીરી જામનગર ACB પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર. ગોહિલ તથા જામનગર ACB સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. રાજકોટ ACB એકમના ફીલ્ડ પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. સોલંકી અને તેમની કચેરીના સ્ટાફે કામગીરીમાં મદદ કરી હતી. VNI NEWS, Jamnagar ACB Trap, Gujarat ACB, Rs 8 Lakh Bribe, Assistant Audit Officer Arrested, Anti Corruption Bureau Gujarat, Jamnagar ACB, Gujarat ACB, Anti Corruption Bureau, Bribery Case, Rs 8 Lakh Bribe, Assistant Audit Officer, Jamnagar News, Gujarat News, VNINews, VNINews.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *