~ગાંધીનગરમાં 35મી બલરામ ક્ષત્રીય મેમોરિયલ ટ્રોફી 2026 અંતર્ગત જૂનિયર બોયઝ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો. રાજ્યના 23 જિલ્લાઓની ટીમો ભાગ લઈ રહી છે.
Gandhinagar, Gujarat, July 20 (VNI): ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત 35મી બલરામ ક્ષત્રીય મેમોરિયલ ટ્રોફી-2026 અંતર્ગત જૂનિયર બોયઝ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ સોમવારે ગાંધીનગર ખાતે થયો હતો. ટુર્નામેન્ટમાં રાજ્યના 23 જિલ્લાઓની ટીમો ભાગ લઈ રહી છે.
ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના સચિવ મૂલરાજસિંહ ચૂડાસમાના જણાવ્યા મુજબ તમામ ટીમોને સાત ગ્રૂપમાં વહેંચવામાં આવી છે. ગ્રૂપ Aમાં છોટાઉદેપુર, મહેસાણા, જામનગર અને રાજકોટ, ગ્રૂપ Bમાં મહીસાગર, પંચમહાલ, આણંદ અને પાટણ, ગ્રૂપ Cમાં કચ્છ, અમદાવાદ અને જુનાગઢ, ગ્રૂપ Dમાં મોરબી, સુરેન્દ્રનગર અને દાહોદ, ગ્રૂપ Eમાં વલસાડ, તાપી અને બનાસકાંઠા, ગ્રૂપ Fમાં ભરુચ, બોટાદ અને બરોડા તેમજ ગ્રૂપ Gમાં ગાંધીનગર, ભાવનગર અને સુરતની ટીમોને સ્થાન આપવામાં આવ્યું છે. ગ્રૂપ સ્ટેજની મેચો આજથી શરૂ થઈ છે.
ટુર્નામેન્ટમાં દરેક ગ્રૂપની વિજેતા ટીમ તેમજ તમામ ગ્રૂપમાંથી શ્રેષ્ઠ એક રનર્સ-અપ ટીમ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરશે. ત્યારબાદ સેમિફાઇનલ અને ફાઇનલ મુકાબલા રમાશે. ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 28 જુલાઈએ યોજાશે.
પ્રથમ દિવસે રમાયેલી મેચોમાં મહેસાણાએ છોટાઉદેપુરને, રાજકોટએ જામનગરને, આણંદે પાટણને અને અમદાવાદે કચ્છને હરાવ્યા હતા. જ્યારે મહીસાગર અને પંચમહાલ વચ્ચેનો મુકાબલો 2-2ના સ્કોર સાથે ડ્રોમાં સમાપ્ત થયો હતો.
મંગળવારે જામનગર સામે મહેસાણા, રાજકોટ સામે છોટાઉદેપુર, આણંદ સામે પંચમહાલ, પાટણ સામે મહીસાગર અને અમદાવાદ સામે જુનાગઢ વચ્ચે મેચો રમાશે. આ ટુર્નામેન્ટના આધારે ગુજરાતની નેશનલ ટીમના કેમ્પ માટે ખેલાડીઓની પસંદગી પણ કરવામાં આવી રહી છે. VNI NEWS, Gujarat Football, Junior Boys Football Tournament 2026, Gandhinagar Football, Balaram Kshatriya Memorial Trophy, Gujarat State Football Association
Gandhinagar, Junior Football, Inter District Tournament, GSFA, Sports News, VNINews, VNINews.com
