~ગુજરાતના જાર્વિશ મેકવાનની AFC રેફરી એકેડેમી બેચ 2027-28 માટે પસંદગી થઈ. AIFF દ્વારા નોમિનેશન મળતા ગુજરાતના ફૂટબોલ ક્ષેત્ર માટે ગૌરવની ક્ષણ સર્જાઈ.
Gandhinagar, Gujarat, July 20 (VNI): ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA) અને ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF)ના રેફરી તરીકે સેવા આપતા જાર્વિશ મેકવાનની એશિયન ફૂટબોલ કોન્ફેડરેશન (AFC) રેફરી એકેડેમીના બેચ નંબર-8 (2027-28) માટે પસંદગી કરવામાં આવી છે. તેમની પસંદગી ગુજરાત માટે ગૌરવની ક્ષણ માનવામાં આવી રહી છે.
ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના સચિવ મૂલરાજસિંહ ચૂડાસમાએ સોમવારે જણાવ્યું હતું કે AIFFની રેફરી કમિટીએ જાર્વિશ મેકવાન (ગુજરાત) અને પૂજા સુરેશ (કર્ણાટક)ને તેમની ઉત્કૃષ્ટ પ્રેક્ટિકલ અને ફિઝિકલ કામગીરીના આધારે AFC રેફરી એકેડેમી માટે નોમિનેટ કર્યા છે. એકેડેમીમાં સફળ તાલીમ પૂર્ણ કર્યા બાદ તેઓ AFC સ્તરની આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં રેફરી તરીકે સેવા આપી શકશે.
ચૂડાસમાએ જણાવ્યું કે ગુજરાત માટે આ એક વધુ ગૌરવની સિદ્ધિ છે. હાલમાં રચના કમાણી FIFA રેફરી તરીકે અને વિશાલ વાજા ભારતના એકમાત્ર FIFA ફૂટસલ રેફરી તરીકે સેવા આપી રહ્યા છે. હવે જાર્વિશ મેકવાન પણ AFCમાં તાલીમ મેળવી આંતરરાષ્ટ્રીય સ્તરે રેફરી તરીકે ગુજરાતનું નામ રોશન કરશે.
ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પદાધિકારીઓ, રાજ્યના ફૂટબોલ ખેલાડીઓ તેમજ ફૂટબોલ પ્રેમીઓએ જાર્વિશ મેકવાનને તેમની આ સિદ્ધિ બદલ શુભેચ્છાઓ પાઠવી છે. VNI NEWS, Jarvish Makwana, AFC Referee Academy, AIFF Referee, Gujarat Football, GSFA, AFC, AIFF, Gujarat State Football Association, Football Referee, Gujarat Sports, VNINews, VNINews.com
