~ડાંગ જિલ્લામાં ભારે વરસાદને કારણે માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) હસ્તકના ૪૭ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ. તંત્ર દ્વારા માર્ગો પુનઃ શરૂ કરવા કામગીરી ચાલુ.
DANG Ahwa, Gujarat, July 23 (VNI): ડાંગ જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) હસ્તકના કુલ ૪૭ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે.
૨૩ જુલાઈના રોજ સવારે ૮:૦૦ વાગ્યાની સ્થિતિ મુજબ જાહેર કરાયેલી માહિતી અનુસાર ભારે વરસાદ અને પ્રતિકૂળ હવામાનને કારણે જિલ્લાના અનેક માર્ગો પર પાણી ભરાવા અને અવરજવર જોખમી બનતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
જિલ્લા વહીવટી તંત્ર અને માર્ગ-મકાન વિભાગ દ્વારા અસરગ્રસ્ત માર્ગોની સતત દેખરેખ રાખવામાં આવી રહી છે તેમજ માર્ગો ઝડપથી ફરી શરૂ કરી શકાય તે માટે જરૂરી મરામત અને પુનઃસ્થાપન કામગીરી હાથ ધરવામાં આવી છે.
પ્રશાસને નાગરિકો અને વાહનચાલકોને બિનજરૂરી મુસાફરી ટાળવા, બંધ માર્ગો પર જવાનો પ્રયાસ ન કરવા તેમજ સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે. VNI NEWS, Dang Rain, Dang Roads Closed, Gujarat Heavy Rain, Dang District, Road Closure, Dang, Heavy Rain, Gujarat, Monsoon, PWD, Panchayat, Ahwa, VNINews, VNINews.com
