~NEP 2020ના 6 વર્ષ પૂર્ણ થતાં ગુજરાત વિદ્યાપીઠમાં શૈક્ષણિક ગોષ્ઠી અને સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ વિષયક રાષ્ટ્રીય સેમિનાર યોજાયા. શિક્ષણ, ભારતીય જ્ઞાન પરંપરા અને રમતગમત દ્વારા સર્વાંગી વિકાસ પર ભાર મુકાયો.

Ahmedabad, Gujarat, July 29 (VNI): રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 (NEP 2020)ના સફળ અમલીકરણના છ વર્ષ પૂર્ણ થવાના અવસરે ગુજરાત વિદ્યાપીઠ દ્વારા બુધવારે શિક્ષણ અને રમતગમત ક્ષેત્રે વિવિધ મહત્વપૂર્ણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમોમાં શિક્ષણની ગુણવત્તા, ભારતીય જ્ઞાન પરંપરા અને રમતગમત આધારિત સર્વાંગી વિકાસ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
અમદાવાદ કેમ્પસ ખાતે યુજીસી-માલવીયા મિશન ટીચર ટ્રેનિંગ સેન્ટર (MMTTC), ગુજરાત યુનિવર્સિટી અને ગુજરાત વિદ્યાપીઠના સંયુક્ત ઉપક્રમે કાર્યકારી કુલપતિ પ્રો. અજય પરીખની અધ્યક્ષતામાં “રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 @ ગુજરાત વિદ્યાપીઠ” વિષયક શૈક્ષણિક ગોષ્ઠી યોજાઈ હતી. ગોષ્ઠીમાં ‘અધ્યાપક સજ્જતા કાર્યક્રમ’ અંતર્ગત ભારતીય જ્ઞાન પ્રણાલી (Indian Knowledge System)ના વિવિધ પાસાઓ પર વિદ્યાશાખાવાર અહેવાલો અને પ્રસ્તુતિઓ રજૂ કરી વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
ગોષ્ઠી દરમિયાન અભ્યાસક્રમ અને પાઠ્યક્રમની લવચીકતા, વિદ્યાર્થીઓને વધુ શૈક્ષણિક તકો, કૌશલ્ય વિકાસ, ભાષા શિક્ષણ, ભારતીય જ્ઞાન પરંપરાના અમલીકરણ તેમજ અધ્યાપકોમાં નવાચાર અને સર્જનાત્મકતા વધારવાના મુદ્દાઓ પર પેનલ ચર્ચા અને પ્રશ્નોત્તરી યોજાઈ હતી.
આ ઉપરાંત, ગુજરાત વિદ્યાપીઠના સાદરા કેમ્પસ ખાતે ફેકલ્ટી ઓફ ફિઝિકલ એજ્યુકેશન દ્વારા “Promotion of Sports Ecosystem for a Healthier Future With Special Reference to NEP 2020” વિષય પર રાષ્ટ્રીય સેમિનાર યોજાયો હતો. સેમિનારમાં નિષ્ણાતોએ રમતગમતને યુવાધનના સર્વાંગી વિકાસ અને સ્વસ્થ ભવિષ્યના નિર્માણ માટે મહત્વપૂર્ણ સાધન ગણાવી રમતગમત આધારિત ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. VNI NEWS, Gujarat Vidyapith, NEP 2020, Academic Conclave, Sports Ecosystem, Ahmedabad, National Seminar, Higher Education, National Seminar, Ahmedabad, Indian Knowledge System, Education, VNINews, VNINews.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *