Vadodara, Gujarat, May 27, ગુજરાત ના બરોડા સમા ઇંડોર હૉલ ખાતે રમાઈ રહેલ સિનિયર મેન્સ ફ્રૂટસેલ ક્લબ ચેમ્પિયનશિપ માં આજ રોજ રમાયેલ મેચમાં સૂર્યવંશી એફસી ના કૃષ્ણ આહીર મેન ઓફ ધ મેચ થયેલ.
ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન સેક્રેટરીએ જણાવ્યું કે સૂર્યવંશી એફસી એ કીક જેક એફસી પર 11-3 થી વિજય હાસિલ કરેલ. સૂર્યવંશી એફસી ના કૃષ્ણ આહીર મેન ઓફ ધ મેચ થયેલ. પ્રોગ્રેસિવ એસએ એ ગોતા એફસી પર 10-8 થી વિજય હાસિલ કરેલ. પ્રોગ્રેસિવ એસએ ના ગૌરવ કાકેલકર મેન ઓફ ધ મેચ થયેલ. ઇટીએફસી એ જામનગર જાયંટ પર 8-0 થી વિજય હાસિલ કરેલ. ઇટીએફસી ના રાહુલ રાવત મેન ઓફ ધ મેચ થયેલ. પી એમ ફાઉડેશને જગન્નોટ એફસી ને 6-1 થી હરાવેલ. પી એમ ફાઉડેશન ના અનિકેત કનોજિયા મેન ઓફ ધ મેચ થયેલ. રોયલ લાયન એફસી એ દ્વિવેદી બ્રધર ને 7- 4 થી હરાવેલ. રોયલ લાયન એફસી ના વિશાલ યાદવ મેન ઓફ ધ મેચ થયેલ.
આજ ના સિનિયર વુમન્સના મેચ માં રોયલ લાયન એફસી એ સૂર્યવંશી એફસી ને 6-0 થી હરાવેલ. રોયલ લાયન એફસી ની ન્યાસા કનોજિયા મેન ઓફ ધી મેચ થયેલ. નવરચના એસએ એ કહાની એફસી ને 2-1 થી હરાવેલ. નવરચના એસએ ની તનીસ્કાસિંગ ચૌહાણ મેન ઓફ ધ મેચ થયેલ.
