~35મી બલરામ ક્ષત્રિય મેમોરિયલ ટ્રોફી 2026માં અમદાવાદે જુનાગઢને આસાનીથી હરાવ્યું, જ્યારે મહેસાણા, રાજકોટ, આણંદ અને મહીસાગરે પણ જીત નોંધાવી.
Gandhinagar, Gujarat, July 21 (VNI): ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા ગાંધીનગર ખાતે આયોજિત 35મી બલરામ ક્ષત્રિય મેમોરિયલ ટ્રોફી–2026, જુનિયર બોયઝ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટમાં મંગળવારે અમદાવાદની ટીમે જુનાગઢ સામે એકતરફી પ્રદર્શન કરી આસાનીથી વિજય મેળવ્યો. અમદાવાદ તરફથી નાયક પર્વ, ઐશાન પટેલ, આર્યવીરસિંહ, કર્મદિત્યસિંહ અને વેદાંતે ગોલ નોંધાવ્યા.
ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના સેક્રેટરી મૂલરાજસિંહ ચુડાસમાના જણાવ્યા મુજબ દિવસની અન્ય મેચોમાં મહેસાણાએ મૃતુંજય પંચાલ અને અવધૂ પટેલના એક-એક ગોલની મદદથી જામનગરને 2-0થી હરાવ્યું. રાજકોટે જાગાણી આરવ, અનિકેત ગુપ્તા, નિત્યારાજસિંહ અને એડમ ગોસાઈના ગોલના આધારે છોટાઉદેપુર સામે સરળ જીત મેળવી.
ત્રીજી મેચમાં આણંદે અમનના બે તેમજ તનીશ અને શ્રીલના એક-એક ગોલની મદદથી પંચમહાલને 4-0થી પરાજય આપ્યો. ચોથી મેચમાં મહીસાગરે અથર્વ દવે અને ગ્લેન પરેરાના ગોલથી પાટણને 2-1થી હરાવ્યું. પાટણ તરફથી સ્મિત સુરતીએ એકમાત્ર ગોલ નોંધાવ્યો.
22 જુલાઈએ છોટાઉદેપુર-જામનગર, મહેસાણા-રાજકોટ, મહીસાગર-આણંદ, પંચમહાલ-પાટણ અને જુનાગઢ-કચ્છ વચ્ચે મેચ રમાશે. ટુર્નામેન્ટમાં ગુજરાતના 23 જિલ્લાઓની ટીમો ભાગ લઈ રહી છે, જેને સાત ગ્રુપમાં વહેંચવામાં આવી છે. આ ટુર્નામેન્ટના આધારે ગુજરાતની રાષ્ટ્રીય ટીમના કેમ્પ માટે ખેલાડીઓની પસંદગી પણ કરવામાં આવશે. VNI NEWS, Ahmedabad Football Team, Gujarat State Football Association, Balaram Kshatriya Memorial Trophy 2026, Junior Boys Inter District Football Tournament, Gandhinagar Football, Ahmedabad, Junagadh, Gujarat Football, GSFA, Junior Football, Gandhinagar, Inter District Tournament, Sports News, VNINews, VNINews.com
