~અમદાવાદના સામાજિક વનીકરણ વિભાગે દીપડા અંગે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા અને માત્ર સત્તાવાર માહિતી પર વિશ્વાસ રાખવા નાગરિકોને અપીલ કરી છે.
~નાયબ વન સંરક્ષક, સામાજિક વનીકરણ વિભાગ, અમદાવાદએ વિનંતી કરી છે કે કોઈ પણ વન્યપ્રાણી બાબત ની માહિતી, તરત જ 76000 09845 પર વન વિભાગનો સંપર્ક કરવો.
Ahmedabad, Gujarat, July 22 (VNI): અમદાવાદના સામાજિક વનીકરણ વિભાગે શહેરમાં દીપડાને લઈને સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા અને માત્ર સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવા નાગરિકોને અપીલ કરી છે.
વિભાગ દ્વારા જણાવાયું છે કે 20 જુલાઈના રોજ ઘુમા સ્થિત શરણ દીપ સોસાયટીમાં વહેલી સવારે દીપડો સીસીટીવીમાં દેખાતા વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ત્યારથી આસપાસના વિસ્તારમાં સતત રેકી, દીપડાને પકડવા માટે પાંજરા ગોઠવવા તેમજ વેટનરી ડોક્ટર, રેસ્ક્યુ ટીમ અને 20થી વધુ ગાર્ડ તથા ફોરેસ્ટરો દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
નાયબ વન સંરક્ષક (DCF) અમદાવાદે જણાવ્યું કે દીપડો સામાન્ય રીતે સાંજ અને રાત્રિના સમયે બહાર નીકળતો શરમાળ પ્રાણી છે અને માનવ તેનો કુદરતી ખોરાક નથી. તેથી લોકો ગભરાય નહીં, પરંતુ સતર્ક રહે. વન વિભાગની ટીમ સંપૂર્ણ રીતે સજ્જ છે અને દીપડાની શોધખોળ સતત ચાલુ છે.
વિભાગે વધુમાં સ્પષ્ટતા કરી છે કે ગઈ રાત્રે સોશિયલ મીડિયામાં “ચાંદખેડામાંથી દીપડો રેસ્ક્યુ કરવામાં આવ્યો” હોવાનું દર્શાવતો વાયરલ વિડિયો ભ્રામક હતો. તે અન્ય રાજ્યનો જૂનો વિડિયો હોવાનું જણાયું છે. વિભાગે લોકોને આવી અફવાઓ ન ફેલાવવા અને માત્ર સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવાની અપીલ કરી છે. VNI NEWS, Ahmedabad Leopard, Forest Department, Leopard Rumours, Social Forestry Ahmedabad, Ghuma Leopard, Ahmedabad, Leopard, Ghuma, Social Forestry, Wildlife, Gujarat, VNINews, VNINewss.com
