~Gujarat Police organised a heritage walk in Ahmedabad for players participating in the 3rd All India Police Badminton Cluster 2026-27.
Ahmedabad, Gujarat, Nov 24 (VNI) : અમદાવાદમાં યોજાઈ રહેલા ‘3જી ઓલ ઇન્ડિયા પોલીસ બેડમિન્ટન ક્લસ્ટર 2026-27’ અંતર્ગત મંગળવારે વહેલી સવારે વિશેષ હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશભરમાંથી આવેલા પોલીસ ખેલાડીઓ અને અધિકારીઓએ આ હેરિટેજ વોકમાં ઉત્સાહભેર ભાગ લઈને અમદાવાદના ઐતિહાસિક વારસા અને સંસ્કૃતિનો અનુભવ કર્યો હતો.
અમદાવાદના નારણપુરા સ્થિત વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ચાલી રહેલી આ રાષ્ટ્રીય કક્ષાની ટૂર્નામેન્ટમાં વિવિધ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. ટૂર્નામેન્ટની રમતગમતની પ્રવૃત્તિઓની સાથે ખેલાડીઓ માટે હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ વોક દરમિયાન ખેલાડીઓએ વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદનાં ઐતિહાસિક સ્થાપત્યો, સ્થાપત્ય વારસો અને સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાઓને નજીકથી નિહાળી હતી. ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવેલા આ આયોજનથી અન્ય રાજ્યોમાંથી આવેલા ખેલાડીઓ પ્રભાવિત થયા હતા.
આ વિશેષ પહેલથી ખેલાડીઓમાં નવી તાજગી અને ઉત્સાહનો સંચાર થયો હતો. રમતગમતની સાથે દેશના સાંસ્કૃતિક વારસાની ઓળખ કરાવતી આ હેરિટેજ વોક દ્વારા ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની ભાવનાને પણ વધુ મજબૂતી મળી હતી. VNI NEWS, All India Police Badminton Cluster 2026-27, Ahmedabad Heritage Walk, Gujarat Police, Police Sports Event, Ahmedabad Heritage City, All India Police Badminton Cluster, Gujarat Police, Ahmedabad Heritage Walk, Police Sports, Veer Savarkar Sports Complex, Ahmedabad, Heritage City, VNINews, VNINews.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *