~ગાંધીનગરમાં યોજાયેલી 35મી બલરામ ક્ષત્રિય મેમોરિયલ ટ્રોફી-2026ની જૂનિયર બોયઝ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટમાં અમદાવાદે બરોડાને 4-2થી હરાવી ચેમ્પિયનશિપ જીતી.
Gandhinagar, Gujarat, July 28 (VNI): ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત 35મી બલરામ ક્ષત્રિય મેમોરિયલ ટ્રોફી-2026 અંતર્ગત યોજાયેલી જૂનિયર બોયઝ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટમાં અમદાવાદની ટીમે શાનદાર પ્રદર્શન સાથે ચેમ્પિયનશિપ પોતાના નામે કરી છે. ગાંધીનગર ખાતે મંગળવારે રમાયેલી ફાઇનલમાં અમદાવાદે બરોડાની ટીમને 4-2થી પરાજય આપ્યો હતો.
ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના સેક્રેટરી મૂળરાજસિંહ ચુડાસમાના જણાવ્યા મુજબ છેલ્લા આઠ દિવસથી ચાલી રહેલી ટુર્નામેન્ટની ફાઇનલમાં અમદાવાદના પરમાર કર્મદિત્યસિંહે હેટ્રિક ફટકારી હતી, જ્યારે નાયક પર્વે એક ગોલ નોંધાવ્યો હતો. બરોડા તરફથી દેસાઈ દર્શ અને વિહાન વાઘેલાએ એક-એક ગોલ કર્યો હતો. આ જીત સાથે અમદાવાદ ચેમ્પિયન બન્યું જ્યારે બરોડાની ટીમ રનર-અપ રહી.
વિજેતા અને ઉપવિજેતા બંને ટીમોને ટ્રોફી અને મેડલ ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ અરુણસિંહ રાજપૂત, સેક્રેટરી મૂળરાજસિંહ ચુડાસમા તથા એસોસિએશનના અન્ય પદાધિકારીઓના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા.
ટુર્નામેન્ટના પ્રદર્શનના આધારે ગુજરાતની નેશનલ ટીમના કેમ્પ માટે 30 ખેલાડીઓ તેમજ 5 સ્ટેન્ડબાય ખેલાડીઓની પસંદગી પણ કરવામાં આવી છે. VNI NEWS, Ahmedabad Football Team, Gujarat Junior Football Championship, Balaram Kshatriya Memorial Trophy 2026, Gujarat State Football Association, Ahmedabad, Baroda, Football, Junior Boys Football, Gandhinagar, Sports, Championship, VNINews,com
