~VHP Gujarat will organise various programmes throughout Ashok Singhal’s birth centenary year, including seminars, cow conferences, Sant Sammelans and Samrasta Yatra.

Ahmedabad, Gujarat, Sep 26 (VNI): ગુજરાતમાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના પૂર્વ આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ અશોક સિંઘલની જન્મ શતાબ્દી વર્ષ દરમિયાન તેમના જીવન, કાર્ય, વિચારો અને સાંસ્કૃતિક યોગદાનને સ્મરણમાં રાખીને વિવિધ સ્તરે અનેકવિધ કાર્યક્રમો યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે.
VHP ગુજરાત પ્રદેશના નેતાઓ દક્ષેશ મહેતા અને નલિન પટેલે શનિવારે જણાવ્યું હતું કે 27 સપ્ટેમ્બરના રોજ શ્રદ્ધેય શ્રી અશોક સિંઘલની જન્મ શતાબ્દી છે. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આખા વર્ષને ‘જન્મ શતાબ્દી વર્ષ’ તરીકે ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમગ્ર વર્ષ દરમિયાન તેમના વિચારો અને સંકલ્પોને નવી પેઢી સુધી પહોંચાડવા માટે વિવિધ કાર્યક્રમો અને જનસંપર્ક પ્રવૃત્તિઓ યોજાશે.
તેમના જણાવ્યા અનુસાર અશોક સિંઘલનું સમગ્ર જીવન હિન્દુ સમાજનું સંગઠન, સાંસ્કૃતિક જાગરણ, સામાજિક સમરસતા, સેવા, ગૌસંવર્ધન અને રાષ્ટ્ર પ્રત્યેના સમર્પણ સાથે જોડાયેલું રહ્યું હતું. જન્મ શતાબ્દી વર્ષનો પ્રારંભિક મહત્વપૂર્ણ કાર્યક્રમ વિશેષ સંગોષ્ઠી તરીકે અમદાવાદમાં રવિવારે સવારે 10 વાગ્યે પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ, બોડકદેવ ખાતે યોજાશે. તેમાં ઉત્તર ગુજરાત પ્રાંતમાંથી વિશિષ્ટ અગ્રણીઓ, સમાજના શ્રેષ્ઠીઓ તથા આગેવાનો ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહેશે. ઉપરાંત સંતોના આશીર્વચન અને વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય અધ્યક્ષ આલોકકુમારનું પ્રસંગોચિત ઉદ્બોધન રહેશે. સુધીરભાઈ મહેતા (ટોરેન્ટ ગ્રુપ) તથા કર્ણાવતી મહાનગરના મેયર હિતેશભાઈ બારોટ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.
ગુજરાતમાં જન્મ શતાબ્દી વર્ષ દરમિયાન વિવિધ સ્તરે અનેક કાર્યક્રમો યોજાશે. તેમાં ગૌ સંમેલન, સદ્ભાવ બેઠક, સંત પ્રવાસ, સંત સંમેલન, વેદ સંમેલન, જિલ્લા સમિતિ પૂર્ણ કરવાનો સંકલ્પ તથા રવિદાસ જયંતીથી માઘ પૂર્ણિમા સુધી સમરસતા યાત્રાનો સમાવેશ થાય છે. VHPની સેવા પ્રવૃત્તિઓમાં શિક્ષણ, આરોગ્ય, સંસ્કાર અને સામાજિક સમરસતા જેવા ક્ષેત્રોને પણ વિશેષ સ્થાન આપવામાં આવશે.
VHPના નેતાઓએ જણાવ્યું કે અશોક સિંઘલની જન્મ શતાબ્દી માત્ર તેમના સ્મરણનો પ્રસંગ નથી, પરંતુ તેમના જીવનમાંથી પ્રેરણા લઈને સેવા, સંગઠન, સંસ્કાર, સામાજિક સમરસતા અને સાંસ્કૃતિક જાગરણને સમાજના વધુ વ્યાપક વર્ગ સુધી પહોંચાડવાનો અવસર છે. ગુજરાતના દરેક પ્રાંત, જિલ્લા અને વિવિધ ક્ષેત્રોમાં યોજાનારા કાર્યક્રમોની વિગતવાર રૂપરેખા તૈયાર કરવામાં આવી છે અને તે મુજબ સમગ્ર વર્ષ દરમિયાન કાર્યક્રમો યોજાશે. VNI NEWS, Ashok Singhal, VHP Gujarat, Ashok Singhal Birth Centenary, Vishva Hindu Parishad, Gujarat VHP, Birth Centenary Year, Ashok Singhal Birth Centenary, VHP Gujarat programmes, Ashok Singhal centenary year, VNINews, VNINews.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *